કોઈકે આ વિડિયોને કમેન્ટ કરેલી કે ટેક્નિકલી છોકરાએ ખોટું નથી કર્યું તો કોઈકે કહ્યું કે સ્માર્ટ વર્ક કરવાના ચક્કરમાં આવી ભૂલો થવી સ્વાભાવિક છે.
બાળક નોટબુકના પાનામાં ‘Write A to Z’ લખીને આવ્યો હતો
બાળકો ક્યારેક ગેરસમજમાં એવી માસૂમ ભૂલો કરતાં હોય છે કે રમૂજી ઘટના બની જાય. સોશ્યલ મીડિયામાં એક ટીચરે ક્લિપ શૅર કરી છે જેમાં સ્ટુડન્ટ્સને ઘરેથી ‘A to Z’ લખીને લાવવાનું કહેવામાં આવ્યું હતું. એમાં એક બાળક નોટબુકના પાનામાં ‘Write A to Z’ લખીને આવ્યો હતો. દરેક લાઇનમાં તે આ જ વાત રિપીટ કરતો રહ્યો હતો. કોઈકે આ વિડિયોને કમેન્ટ કરેલી કે ટેક્નિકલી છોકરાએ ખોટું નથી કર્યું તો કોઈકે કહ્યું કે સ્માર્ટ વર્ક કરવાના ચક્કરમાં આવી ભૂલો થવી સ્વાભાવિક છે.
