બ્રિટિશ ઑક્શન હાઉસ સૉધબીઝ દ્વારા આજથી અબુ ધાબીમાં એક ખાસ એક્ઝિબિશન શરૂ થયું છે. અત્યંત રૅર ડાયમન્ડ ગણાય એવા ૧૦ કૅરૅટથી લઈને ૧૦૦ કૅરૅટના દુર્લભ હીરાઓનું એક્ઝિબિશન થઈ રહ્યું છે.
ધાબી એક્ઝિબિશન
બ્રિટિશ ઑક્શન હાઉસ સૉધબીઝ દ્વારા આજથી અબુ ધાબીમાં એક ખાસ એક્ઝિબિશન શરૂ થયું છે. અત્યંત રૅર ડાયમન્ડ ગણાય એવા ૧૦ કૅરૅટથી લઈને ૧૦૦ કૅરૅટના દુર્લભ હીરાઓનું એક્ઝિબિશન થઈ રહ્યું છે. અમેરિકાના વૉશિંગ્ટન ડીસીના સ્મિથસોનિયન મ્યુઝિયમની બહાર આ પહેલાં કદી આટલા વિશાળ પાયે દુર્લભ હીરાઓનો ખજાનો એકસામટો જોવા મળ્યો નથી. એને કારણે અબુ ધાબીમાં ધનકુબેરો અને હીરાપ્રેમીઓને મજા પડશે. અહીં ૧૦૦ કૅરૅટનો બ્રાઉન-ઑરેન્જ હીરાવાળો નેકલેસ, ૧૦ કૅરૅટનો મેડિટેરેનિયન બ્લુ ડાયમન્ડ અને ૧૦૦ કૅરૅટનો એમરલ્ડ ડાયમન્ડ બહુચર્ચિત અત્યંત રૅર ગણાય છે. આ એક્ઝિબિશન ૯ અને ૧૦ એપ્રિલ એમ બે દિવસ ચાલવાનું છે.

