Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Diamond Market

લેખ

પ્રતીકાત્મક તસવીર

હીરાના બે વેપારી સાથે ત્રણ લોકોએ ૩.૧૨ કરોડ રૂપિયાની ચીટિંગ કરી

પોલીસના જણાવ્યા મુજબ બાંદરા-કુર્લા કૉપ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં ઑફિસ ધરાવતા વેપારીનો શાલિભદ્ર કોઠારીએ હીરા ખરીદવા માટે સંપર્ક કર્યો હતો.

16 April, 2025 11:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધાબી એક્ઝિબિશન

એક-એકથી ચડિયાતા ૮૬૨ કરોડ રૂપિયાના દુર્લભ હીરા જોવા મળશે અબુ ધાબીમાં

બ્રિટિશ ઑક્શન હાઉસ સૉધબીઝ દ્વારા આજથી અબુ ધાબીમાં એક ખાસ એક્ઝિબિશન શરૂ થયું છે. અત્યંત રૅર ડાયમન્ડ ગણાય એવા ૧૦ કૅરૅટથી લઈને ૧૦૦ કૅરૅટના દુર્લભ હીરાઓનું એક્ઝિબિશન થઈ રહ્યું છે.

09 April, 2025 02:21 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
કિરીટ ભણસાલી, શૌનક પરીખ

ભારતની સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટ બૉડી GJEPC દ્વારા નવી કમિટીની જાહેરાત

મુંબઈમાં હેડક્વૉર્ટર ધરાવતા ભારતીય હીરાઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ એવી જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા કિરીટ ભણસાલીની ચૅરમૅન અને શૌનક પરીખની વાઇસ ચૅરમૅન તરીકે નિમણૂક થઈ

19 February, 2025 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેલ્સમૅન સાવન ઇટાલિયા

વિશ્વાસે વહાણ ડુબાડ્યું

BKCના ડાયમન્ડના વેપારીનો સેલ્સમૅન ૯૯.૮૫ લાખ રૂપિયાના હીરા લઈને રફુચક્કર

07 January, 2025 11:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ધી ક્રાઉન કોઈનમાંની બનાવટમાં 24 કેરેટના 11 સિક્કા અને 6000થી વધુ હીરાનો સમાવેશ થાય છે.- તસવીર ઇન્સ્ટાગ્રામ - રોઝી બ્લુ

ઇસ્ટ ઇન્ડિયા કંપનીનુ સર્જન `ધી ક્રાઉન` જેમાં 6000થી વધુ હીરા આપનાર કંપની મુંબઈની

અંગ્રેજોની શાનમાં આજે પણ વધારો કરે છે ભારતીય હીરા. આમ કહેવા પાછળ માત્ર કોહીનૂરની વાત નથી પણ આજેય જ્યારે યુકેની એક લાઇફ સ્ટાઇલ લક્ઝરી બ્રાન્ડ કંપનીએ બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ IIની પહેલી પૂણ્યતિથિ નિમિત્તે કંઇક ખાસ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે ભારત તરફ જ નજર દોડાવી. ગયા વર્ષે 8મી સપ્ટેમ્બરે ક્વીન એલિઝાબેથ  IIનું 96 વર્ષની વયે નિધન થયું હતું. બ્રિટનના ઈતિહાસમાં 70 વર્ષ એટલે કે સૌથી લાંબો સમય શાસન કરનારાં આ રાજવીના માનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એક યુનિક ક્રાઉન કોઈન બનાવવાનું નક્કી કર્યું અને તેમાં ભારતની જ નહીં પણ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી અને અવ્વલ દરજ્જાની ગણાતી ડાયમંડ મેન્યુફેક્ચરર કંપની રોઝી બ્લુનો બહુ મોટો હાથ છે. ક્વીન એલિઝાબેથ iiની પહેલી પૂણ્યતિથિએ સાડા ત્રણ કિલો સોનું અને છ હજારથી વધુ હીરા ધરાવતા આ ક્રાઉન કોઇનનું ઉદ્ઘાટન થયું હતું. (તસવીર સૌજન્ય - રોઝી બ્લુ અને ધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)

05 October, 2023 09:28 IST | Mumbai | Chirantana Bhatt
ચના પૂલાવ ફૂલ ડિશ - તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ હીરા બજારની નોકરી ગઇ પણ ચણા પુલાવની વાનગીએ કિરણભાઇની જિંદગી બદલી નાખી

ગુજરાતી એટલે વેપારી પ્રજા તરીકે ઓળખાતા એવા લોકો જે ઉદ્યોગ સાહસીનું બિરુદ દેશ અને વિદેશમાં હાંસલ કરી ચુક્યા છે. કોઈ પણ સંજોગ કે કારણોસર નોકરી ગુમાવાનો વારો આવે તો શૂન્ય માંથી સર્જન કરવાની તાકાત ગુજરાતી પ્રજા રાખે છે. કોરોના કાળની મહામારીને કારણે દુનિયાભરમાં અનેક લોકોને નોકરી ગુમાવવી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એવા મા સરળતાથી હાર ન માનતા જીવંત ઉદાહરણ પેટે આજે હું તમને કિરણભાઈ ભોઈને મળાવીશ. જ્યાં ચાહ હોય છે ત્યાં રાહ મળી જ જાઈ છે. આ કહેવત આપણે સાંભળી તો છે જ, પરંતુ આવું જ સુરતમા રહેતા કિરણભાઈ સાથે બન્યું. આ એક એવા યુવક છે જેમણી કોરોના કાળ દરમિયાન નોકરી છૂટી ગઈ અને તેમણે ઘરે રહેવાનો વારો આવ્યો હતો. પણ હિંમત ન હાર્તા તેઓ સુરત છોડી નડિયાદ સ્થળાંતર થયા અને ખેડા જિલ્લાના મહેમદાવાદના ખાત્રજ ચોકડી પર ચણા પુલાવની લારીથી શરૂઆત કરી અને આજે રોજનું 4000₹નું વેચાણ કરી ધૂમ મચાવે છે. તો ચાલો વાત કરીએ કિરણભાઈના સંઘર્ષથી સફળતાની સીડી સુધીની. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

25 August, 2023 04:59 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

ટ્રમ્પની જીત પછી, હીરાના વેપારીઓને પીએમ મોદીના વૈશ્વિક પ્રભાવથી લાભની અપેક્ષા

ટ્રમ્પની જીત પછી, હીરાના વેપારીઓને પીએમ મોદીના વૈશ્વિક પ્રભાવથી લાભની અપેક્ષા

જો આપણે ખાસ જોવા જઈએ તો પહેલા આપણે હીરાની વાત કરીશું. હીરાની વાત કરીએ તો આપણને લાગે છે કે અત્યાર સુધી હીરા રશિયાથી ભારતમાં ખૂબ જ સારી રીતે આવતા હતા, પરંતુ આ પુતિન અને રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની કટોકટી અનુસાર, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના વ્યવસાયિક સ્વભાવ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના વ્યવસાયિક સ્વભાવ અનુસાર, તેઓ અન્ય તમામ દેશોમાંથી ભારતમાં ડાયમંડ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરશે, અને તે રશિયન માર્કેટમાંથી તેને આયાત ન કરવાના પ્રયાસો કરશે. તેથી અમને લાગે છે કે તેમના આગમન પછી એક બજાર સંપૂર્ણપણે ખુલી જશે. આપણે ત્યાં જે હીરા છે તે થોડા ઓછા દરે મેળવી શકીએ છીએ, તેથી તે સારી બાબત છે. માનનીય વડા પ્રધાનના વિશ્વના તમામ નેતાઓ સાથે ખૂબ સારા સંબંધો છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ સારા છે. જો આપણે આગળ જોયું તો પણ મને લાગે છે કે ભારત સરકારનો અર્થ શું છે, અહીંથી નિકાસ કરતા આપણા ઉદ્યોગપતિઓ પર સરકાર દ્વારા જે ડ્યુટી લાદવામાં આવી છે, તેઓ કદાચ તેમની ડ્યુટીમાં ઘટાડો કરશે અથવા અન્ય દેશો અનુસાર તેમને સ્થિર રાખશે. જો તે સ્થિર રહે છે અથવા ઘટાડો કરી રહી છે, તો તેનો વ્યવસાય આપોઆપ ઘણો અને સન્માનજનક વધશે. વડા પ્રધાનના સંપૂર્ણ સ્વભાવ અને આ બધા સાથેના તેમના સંબંધો અનુસાર અમને લાગે છે કે તેઓ કેટલાક સારા પરિણામો સાથે આવશે. અને ડોનાલ્ડ ટ્રમ્પ જીના આગમન સાથે અમારી પાસે જે વ્યવસાયની તક છે, અમે થોડી સારી લાગણી અનુભવી રહ્યા છીએ. હવે અમન માર્કેટ જે અમેરિકાના સ્લોગન પ્રમાણે અમેરિકા ફર્સ્ટનું સ્લોગન આપી રહ્યું છે. બજાર પાછું ચમકશે અને અહીંથી ભારતથી યુએસમાં નિકાસ થોડી વધી જશે.

09 November, 2024 03:29 IST | Surat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK