લગ્નની તમામ તૈયારીઓ માટેનો સામાન પણ જ્યાં ને ત્યાં વિખેરાઈ ગયો
આંધીમાં મંડપ પણ ઊખડીને હવામાં ઊડી ગયો
રાજસ્થાનના ટોંક જિલ્લામાં રવિવારે એક જગ્યાએ મંડપની અંદર ૩૬ યુગલોના સામૂહિક વિવાહ થઈ રહ્યા હતા. બપોરે ૩.૩૦ વાગ્યા સુધી લગ્નનો કાર્યક્રમ સરસ ચાલી રહ્યો હતો, પરંતુ અચાનક જ મોસમ બદલાઈ. ખૂબ જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને જોતજોતાંમાં પવને લિટરલી વાવાઝોડાનું સ્વરૂપ લઈ લીધું. આંધીમાં મંડપ પણ ઊખડીને હવામાં ઊડી ગયો. લગ્નની તમામ તૈયારીઓ માટેનો સામાન પણ જ્યાં ને ત્યાં વિખેરાઈ ગયો. દુલ્હા-દુલ્હન સહિત પરિવારજનો પણ પવનથી બચવા અહીં-તહીં ભાગમભાગ કરવા લાગ્યા. ઘડીભરના વાવાઝોડામાં લગ્નનો મંડપ હતો ન હતો થઈ ગયો. પવન બેઠો પછી જેમ-તેમ કરીને પરિવારજનોએ સામાન એકઠો કર્યો અને ખુલ્લામાં જ ઝટપટ યુગલોનાં લગ્ન આટોપી લીધાં.
