Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં તાપમાનનો પારો નીચે, પણ ગરમીથી અકળામણ વધી

મુંબઈમાં તાપમાનનો પારો નીચે, પણ ગરમીથી અકળામણ વધી

Published : 29 April, 2026 11:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અકોલા ૪૭ ડિગ્રી તપ્યું, બે દિવસ માવઠાની આગાહી

અકોલામાં ભયંકર ગરમીને લીધે પાકને ખાસ્સું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેતરમાં રોપાને તડકાથી બચાવવા એને કાપડથી ઢાંકવામાં આવ્યા હતા

અકોલામાં ભયંકર ગરમીને લીધે પાકને ખાસ્સું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેતરમાં રોપાને તડકાથી બચાવવા એને કાપડથી ઢાંકવામાં આવ્યા હતા


ગરમીનો પારો વધી રહ્યો છે અને એની માઠી અસર રાજ્યના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં વધુ જોવા મળી રહી છે. ગઈ કાલે અકોલામાં તાપમાન ૪૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું જ્યારે મરાઠવાડાના લાતુર જિલ્લાના પાનચિંચોલી ગામમાં ૭૫ વર્ષના વૃદ્ધ બપોરે ખેતરમાં ઢોર માટે ચારો કાપી રહ્યા હતા ત્યારે ગરમીને કારણે સ્ટ્રોક આવતાં તેમનું મોત થયું હતું. આ દુર્ઘટનાને કારણે લાતુર જિલ્લામાં ગરમીને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા ૪ પર પહોંચી છે. હવામાન ખાતાએ રાજ્યના વિદર્ભ અને મરાઠવાડાના ઘણા જિલ્લાઓ માટે યલો અલર્ટ ઇશ્યુ કરી છે. સાથે જ આગામી બે દિવસ અકોલામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે.

મુંબઈમાં ગઈ કાલે કોલાબા અને સાંતાક્રુઝમાં મહત્તમ ૩૩.૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે રામ મંદિરમાં ૩૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં તાપમાનનો પારો નીચે ઊતરતો જાય છે પરંતુ ગરમી અને ઉકળાટનો અનુભવ લોકોને અકળાવી રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK