Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લોન ને બના દી જોડી : દેવું ચૂકવવા માટે ડિવૉર્સ પછી પણ પતિ-પત્ની સાથે રહે છે

લોન ને બના દી જોડી : દેવું ચૂકવવા માટે ડિવૉર્સ પછી પણ પતિ-પત્ની સાથે રહે છે

Published : 10 September, 2025 01:48 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવું ઘર લઈ શકાય એમ ન હોવાથી છૂટાછેડા લીધા પછી પણ તેના પતિ ટાઇલરની સાથે એક જ છતની અંદર રહે છે.

રાયન હૅમ્બ્રી અને મૉર્ગન ડિક્સ

અજબગજબ

રાયન હૅમ્બ્રી અને મૉર્ગન ડિક્સ


સામાન્ય રીતે કપલ જ્યારે ડિવૉર્સ લે ત્યારે હવે સાથે નહીં જ રહેવાય એવું નક્કી થઈ ગયું હોય છે. છૂટાછેડા પછી પતિ-પત્ની બને તો એકબીજાનું મોઢું પણ જોવાનું ટાળે છે. જોકે અમેરિકામાં પોતાનું ઘર લેવું એટલું મોંઘું છે કે યુગલો ડિવૉર્સ પછી પણ સાથે એક જ ઘરમાં રહે છે. આપણે ત્યાં લોકો બાળક પ્રત્યેના પ્રેમને કારણે છૂટાછેડા પછી સાથે રહેતા કે મળતા હોય છે, પણ અમેરિકામાં આર્થિક તંગી અને ઘર માટેની મસમોટી લોન તેમને સાથે રાખે છે. ફ્લૉરિડામાં રહેતાં રાયન હૅમ્બ્રી અને મૉર્ગન ડિક્સને એપ્રિલ મહિનામાં કાયદાકીય રીતે છૂટાછેડા લઈ લીધા હોવા છતાં હજી તેઓ એક જ પ્રૉપર્ટીમાં રહે છે. તેમણે આ ઘર બે ટકાના વ્યાજે લોન પર લીધું હતું. જો તેઓ આ ઘર વેચીને અલગ-અલગ બે નવાં ઘર લે તો ઊંચા વ્યાજદરને કારણે તેમને ભારે નુકસાન થાય એમ છે. એને કારણે રાયન બંગલાના વચલા ભાગમાં રહે છે અને મૉર્ગને ઘરના આગળના ભાગના ભાગમાં રહેવાનું નક્કી કરી લીધું છે. રાયનનું કહેવું છે કે ડિવૉર્સ પછી પૈસાનો હિસાબ-કિતાબ ઠીકઠાક ચાલે એ માટે બન્નેએ કેટલાક નિર્ણયો લીધા છે.

આ કંઈ એક કિસ્સો નથી. સાઉથ કૅરોલિનામાં રહેતા મેગન મેયરની કહાણી પણ આવી જ છે. તે નવું ઘર લઈ શકાય એમ ન હોવાથી છૂટાછેડા લીધા પછી પણ તેના પતિ ટાઇલરની સાથે એક જ છતની અંદર રહે છે. મેગનનું કહેવું છે કે આવી વ્યવસ્થા કરવાનું કારણ ખર્ચનું સંતુલન જળવાય એ છે. એક જ ઘરની સુવિધા હોવાથી જીવનશૈલી સારી રહે છે અને દીકરી માતા-પિતા બન્ને સાથે રહી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2025 01:48 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK