Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કળિયુગમાં શ્રવણનો અવતાર : વૃદ્ધ માતાને ખભા પર બેસાડીને દીકરાએ કરાવ્યાં બાંકે બિહારીજીનાં દર્શન

કળિયુગમાં શ્રવણનો અવતાર : વૃદ્ધ માતાને ખભા પર બેસાડીને દીકરાએ કરાવ્યાં બાંકે બિહારીજીનાં દર્શન

Published : 02 September, 2026 11:26 AM | IST | Vrindavan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં એક દીકરો પોતાની વૃદ્ધ માતાને ખભા પર બેસાડીને દર્શન કરાવતો જોવા મળ્યો હતો. આ ભાવુક દૃશ્યનો વિડિયો વાઇરલ થતાં લોકો તેને શ્રવણકુમાર સાથે સરખાવી રહ્યા છે.

કળિયુગમાં શ્રવણનો અવતાર : વૃદ્ધ માતાને ખભા પર બેસાડીને દીકરાએ કરાવ્યાં બાંકે બિહારીજીનાં દર્શન

કળિયુગમાં શ્રવણનો અવતાર : વૃદ્ધ માતાને ખભા પર બેસાડીને દીકરાએ કરાવ્યાં બાંકે બિહારીજીનાં દર્શન


વૃંદાવનના પ્રખ્યાત અને પવિત્ર શ્રી બાંકે બિહારી મંદિરમાંથી એક અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી દૃશ્ય સામે આવ્યું છે, જેણે સોશ્યલ મીડિયા પર લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે. મંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે એક શ્રદ્ધાળુ પુત્ર પોતાની વૃદ્ધ અને અશક્ત માતાને પોતાના ખભા પર બેસાડીને પ્રભુ બાંકે બિહારીજીનાં દર્શન કરાવતો જોવા મળ્યો હતો.
આજકાલ જ્યાં માતા-પિતા પ્રત્યેની જવાબદારીથી લોકો દૂર ભાગતા દેખાય છે ત્યાં આ દીકરાના નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાભાવે લોકોને ‘શ્રવણકુમાર’ની યાદ અપાવી દીધી હતી. મંદિરમાં હાજર અન્ય ભક્તો પણ આ નઝારો જોઈને ભાવવિભોર થઈ ગયા હતા.
સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો અને તસવીરો વાઇરલ થતાં જ લોકો આ દીકરાના સંસ્કારો અને ભક્તિનાં મુક્ત મને વખાણ કરી રહ્યાં છે. નેટિઝન્સ કમેન્ટ્સમાં લખી રહ્યા છે કે માતા-પિતાનાં ચરણોમાં જ સ્વર્ગ સમાયું છે અને આ દીકરાએ માતૃભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 11:26 AM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK