નેપાલના વિનાશક પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે સોનુ સૂદ ત્યાં પહોંચ્યો છે. તેની સૂદ ચૅરિટી ફાઉન્ડેશનની ટીમ ભારતથી ધાબળા, ખાદ્યસામગ્રી સહિતની જરૂરી વસ્તુઓ લઈને રાહતકાર્ય કરી રહી છે અને આગામી મહિનાઓ સુધી મદદ ચાલુ રાખશે.
સોનુ સૂદ
સોનુ સૂદ નેપાલમાં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે પહોંચ્યો છે અને તેની ટીમ દ્વારા રાહતકાર્યનું સંકલન કરવામાં આવી રહ્યું છે. સોનુ સૂદના સૂદ ચૅરિટી ફાઉન્ડેશનની ટીમ ભારતમાંથી જરૂરી સામગ્રી લઈને નેપાલ પહોંચી છે અને આગામી મહિનાઓમાં પણ પૂરગ્રસ્ત પરિવારોને મદદ ચાલુ રાખવાની તૈયારી છે.
આ રાહતકામગીરી વિશે વાત કરતાં સોનુએ કહ્યું હતું કે ‘હું પૂરપીડિતોને મળવા અને તેમની સાથે ઊભા રહેવા માટે આવ્યો છું. ભારતમાંથી મોટા પ્રમાણમાં જરૂરી સામગ્રી લાવવામાં આવી છે અને અસરગ્રસ્ત લોકોનું જીવન ફરી પાટે ચઢાવવામાં મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ રાહતકાર્યમાં ધાબળા અને ખાદ્યસામગ્રીનો સમાવેશ થાય છે. નેપાલ સુધી ભારતમાંથી રાહતસામગ્રી પહોંચાડવી પડકારજનક છે, કારણ કે એના માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર પડે છે. આ સંજોગોમાં મારું ફાઉન્ડેશન આગામી મહિનાઓમાં પણ રાહતકાર્ય ચાલુ રાખશે.’
