Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આખી રાત પાર્કિંગમાં દોડતી રહી ભૂતિયા કાર, ડ્રાઇવર વિના ૮૬૮ વાર આગળ-પાછળ થતી રહી

આખી રાત પાર્કિંગમાં દોડતી રહી ભૂતિયા કાર, ડ્રાઇવર વિના ૮૬૮ વાર આગળ-પાછળ થતી રહી

Published : 22 November, 2026 10:32 AM | Modified : 22 November, 2026 10:56 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેરામાં સ્પષ્ટ દેખાય છે કે કારમાં કોઈ જ નથી, બહારથી દરવાજો લૉક છે અને કારની આસપાસ પણ કોઈ જ માણસ દેખાતો નથી.

ડ્રાઇવર વિના દોડતી રહી ભૂતિયા કાર

અજબ ગજબ

ડ્રાઇવર વિના દોડતી રહી ભૂતિયા કાર


ચીનમાં એક પાર્કિંગ-પ્લૉટમાં મૂકેલી ઇલેક્ટ્રિક કારનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ કાર રાતના સમયે પાર્કિંગ એરિયામાં અહીંતહીં ફરતી હોય એવું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં દેખાય છે. એમાં કોઈ ડ્રાઇવર ન હોવા છતાં કાર આખી રાત દરમ્યાન થોડી-થોડી વાર આમથી તેમ ભટકતી જોવા મળી હતી. દાવો એવો થઈ રહ્યો છે કે આ કારની પાર્કિંગ-સિસ્ટમ એક રાતમાં ૮૬૮ વાર ઍક્ટિવેટ થઈ ગઈ હતી અને કાર વારંવાર પાર્કિંગની જગ્યા ઍડ્જસ્ટ કરવાની હોય એમ આગળ-પાછળ થતી રહી હતી. કૅમેરામાં સ્પષ્ટ દેખાય છે કે કારમાં કોઈ જ નથી, બહારથી દરવાજો લૉક છે અને કારની આસપાસ પણ કોઈ જ માણસ દેખાતો નથી. ખાસ્સા કલાકો પછી અચાનક અજીબ અવાજ આવતાં સિક્યૉરિટી ગાર્ડ ત્યાં દોડી આવતાં તેણે નજરે જોયું કે ડ્રાઇવર વિના થોડી-થોડી વારે કાર આગળ-પાછળ ઍડ્જસ્ટ થઈ રહી છે. જ્યારે આ બાબતે કારના માલિકને જાણ કરવામાં આવી તો તેણે કારની સિસ્ટમ તપાસી. એ વખતે ખબર પડી કે રાતના સમયે ઇલેક્ટ્રિક કારની ઑટો-પાર્કિંગ સિસ્ટમ ૮૬૮ વાર ઍક્ટિવેટ થઈ હતી. આખરે એ કારની ઑટો-પાર્કિંગ સિસ્ટમને ટેમ્પરરી બંધ કરી દેવામાં આવી ત્યારે વાત થાળે પડી.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 10:56 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK