ટેક્નૉલૉજી કેટલી ઉપયોગી છે એનો પુરાવો આપતી ઘટના અમેરિકામાં બની છે. કનેક્ટિકટમાં એક વ્યક્તિએ ૨૦૨૩માં પાંચ કરોડ રૂપિયાની ફરારી 812 GTS કાર ખરીદી હતી.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
અત્યારના સમયમાં ટેક્નૉલૉજી કેટલી ઉપયોગી છે એનો પુરાવો આપતી ઘટના અમેરિકામાં બની છે. કનેક્ટિકટમાં એક વ્યક્તિએ ૨૦૨૩માં પાંચ કરોડ રૂપિયાની ફરારી 812 GTS કાર ખરીદી હતી. ૧૬ સપ્ટેમ્બરે ગ્રીનવિચ શહેરમાં તેની કાર ચોરાઈ ગઈ હતી. પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી એટલે પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન કારનો માલિક કારમાં ઍપલના ઍરપૉડ ભૂલી ગયો હતો એટલે તેણે તરત જ ઍપલના ‘ફાઇન્ડ માય’ફીચરનો ઉપયોગ કર્યો અને ઍરપૉડને ટ્રૅક કરવાનું શરૂ કર્યું અને ગણતરીના સમયમાં જ ચોરાયેલી કાર ક્યાં છે એની ખબર પડી ગઈ હતી. પછી કારના માલિકે તરત જ પોલીસને જાણ કરી અને વૉટરબરી પોલીસ વિભાગની ઑટો થેફ્ટ ટાસ્ક ફોર્સે કાર્યવાહી શરૂ કરી અને ઍરપૉડના સિગ્નલને ફૉલો કરીને એક ગૅસ સ્ટેશન પહોંચી હતી. પોલીસને ત્યાં ચોરાયેલી ફરારી મળી ગઈ અને એ ચોરનાર બે વ્યક્તિને પકડી લીધા હતા.