Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૬૬ વર્ષે બન્યા ડિલિવરી બૉય, એની કમાણીમાંથી ટ્રાવેલિંગનું સપનું પૂરું કર્યું

૬૬ વર્ષે બન્યા ડિલિવરી બૉય, એની કમાણીમાંથી ટ્રાવેલિંગનું સપનું પૂરું કર્યું

Published : 19 April, 2026 02:11 PM | Modified : 19 April, 2026 02:14 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિનેશભાઈ બ્લિન્કિટમાં ડિલિવરી પાર્ટનર બની ગયા છે. ઇન્શ્યૉરન્સ કંપનીમાં ૨૬ વર્ષ કામ કરીને તેમણે ૩ સંતાનોને સેટલ કર્યાં

દિનેશભાઈ

અજબ ગજબ

દિનેશભાઈ


અમદાવાદના ૬૬ વર્ષના રિટાયર્ડ ક્લર્ક દિનેશ મહંત ઠાકોરદાસે નિવૃત્ત થયા પછી નવી કરીઅર શરૂ કરી. કરીઅર માટે નહીં પરંતુ સતત ઍક્ટિવ રહીને કંઈક વધારાની કમાણી શકાય એટલા માટે. સાથે જ એ કમાણીમાંથી તેઓ દેશ-વિદેશમાં ફરવાનું સપનું પણ પૂરું કરી રહ્યા છે. દિનેશભાઈ બ્લિન્કિટમાં ડિલિવરી પાર્ટનર બની ગયા છે. ઇન્શ્યૉરન્સ કંપનીમાં ૨૬ વર્ષ કામ કરીને તેમણે ૩ સંતાનોને સેટલ કર્યાં. એ પછી તેમની પાસે કોઈ જવાબદારી નથી. એમ છતાં તેમણે નિવૃત્ત થયા પછી ડિલિવરી બૉયનું કામ શરૂ કર્યું. દિનેશભાઈનું કહેવું છે કે પહેલાં તેમણે આ કામ જિજ્ઞાસા ખાતર કર્યું હતું, પણ પછી તો એ કામ દિનચર્યાનો હિસ્સો બની ગયો. બે વર્ષમાં તેમણે ૧૦,૨૨૦ ડિલિવરી પૂરી કરી લીધી છે. સવારે તેઓ પાંચ વાગ્યે ઊઠે છે. છ વાગ્યે ડાર્ક સ્ટોર પર પહોંચી જાય. સવારે ૧૧.૩૦ વાગ્યા સુધી કામ કરે. એ પછી મન હોય તો વધુ કામ કરે. બાકી ઘરે જઈને આરામ. આ કમાણીનો ઉપયોગ તેઓ નવાં-નવાં શહેરો અને રાજ્યોમાં ફરવા માટે કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 02:14 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK