Zakir Hussain Death: પદ્મશ્રી તબલા ઉસ્તાદે ૭૩ વર્ષની વયે અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ, રવિવારે રાત્રે આઇસીયુમાં હતા દાખલ
તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનનું ૭૩ની વયે નિધન
- સોમવારે પરિવારજનોએ કરી ઉસ્તાદના મૃત્યુની પુષ્ટિ
- યુએસમાં સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં થયું મૃત્યુ
તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈન (Zakir Hussain)નું હૃદય સંબંધિત ગૂંચવણોને કારણે અમેરિકા (United States Of America)માં સાન ફ્રાન્સિસ્કો (San Francisco)ની એક હોસ્પિટલમાં અવસાન (Zakir Hussain Death) થયું છે, એમ તેમના પરિવારે સોમવારે જણાવ્યું હતું. તેઓ ૭૩ વર્ષના હતા.
તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈન છેલ્લા બે અઠવાડિયાથી અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ હતા અને બાદમાં તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના મૃત્યુના અહેવાલો રવિવારે મોડી સાંજે સામે આવ્યા હતા પરંતુ તેમના પરિવાર દ્વારા આ સમાચારોને બરતરફ કરવામાં આવ્યા હતા, જેમણે પુષ્ટિ કરી હતી કે તેઓ જીવંત છે. બાદમાં, સોમવારે સવારે તેમના પરિવાર તરફથી મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સોમવારે સવારે પરિવારજનોએ એક નિવેદનમાં કહ્યું કે, ‘ઝાકિર હુસૈન, વિશ્વના સૌથી ઉત્કૃષ્ટ સંગીતકારોમાંના એક, ૭૩ વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કોમાં આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી મૃત્યુ પામ્યા. તેઓ વિશ્વભરના અસંખ્ય સંગીત પ્રેમીઓ દ્વારા વહાલ કરવામાં આવેલ અસાધારણ વારસો પાછળ છોડી જાય છે, જેનો પ્રભાવ આવનારી પેઢીઓ માટે ગુંજતો રહેશે.’
રવિવારે ૧૫ ડિસેમ્બરની મોડી રાત્રે સમાચાર ફેલાયા કે ઝાકિર હુસૈન નથી રહ્યા. આ પછી, સોશિયલ મીડિયા (Social Media) પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ્સ છલકાઇ હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને સ્પોર્ટ્સ અને ઘણા નેતાઓએ પણ એક્સ પર શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ મોડી રાત્રે પરિવાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ઝાકિર હુસૈન હજુ પણ જીવિત છે. તેમના શ્વાસ ચાલી રહ્યાં છે, પરંતુ તેમની હાલત નાજુક છે. પરિવાર તરફથી પુષ્ટિ મળ્યા પછી, ઘણી હસ્તીઓએ તેમની શોક પોસ્ટ્સ ડિલીટ કરી નાખી. મિડ-ડે સાથેની વાતચીતમાં ઝાકિર હુસૈનની બહેન ખુરશીદે કહ્યું હતું કે, ‘તેમની પરિસ્થિતી ગંભીર છે. પણ તેઓ જીવિત છે. તેમના શ્વાસ ચાલી રહ્યાં છે.’ રવિવારે મોડી રાત્રે પરિવારજનોએ એમ પણ ઉમેર્યું હતું કે, જો ઝાકિર હુસૈનનું અવસાન થશે તો તેઓ જાતે જ મીડિયાને જણાવશે. તેઓ પોતે મીડિયામાં નિવેદન આપશે. ત્યાં સુધી અફવાઓને વેગ ન આપવાની વિનંતી કરી હતી. ત્યારબાદ આજે વહેલી સવારે ઝાકિર હુસૈનના પરિવાર તરફથિ નિવેદન આવ્યું હતું કે, તબલા ઉસ્તાદનું નિધન થયું છે.
ઝાકિર હુસૈન, જેમને તેમની પેઢીના સૌથી મહાન તબલાવાદક તરીકે ગણવામાં આવે છે, તેમના પરિવારમાં તેમની પત્ની, એન્ટોનિયા મિનેકોલા (Antonia Minnecola) અને તેમની પુત્રીઓ, અનીસા કુરેશી (Anisa Qureshi) અને ઈસાબેલા કુરેશી (Isabella Qureshi) છે. 9 માર્ચ, 1951 ના રોજ જન્મેલા, તે સુપ્રસિદ્ધ તબલા માસ્ટર ઉસ્તાદ અલ્લા રખા (Ustad Alla Rakha)ના પુત્ર છે.
ઝાકિર હુસૈનનો જન્મ ૯ માર્ચ ૧૯૫૧ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લારખા કુરેશી હતું અને તેઓ તબલા વાદક પણ હતા. તેમની માતાનું નામ બાવી બેગમ હતું. તેમણે માત્ર ૧૧ વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. આ પછી, તેણે ૧૯૭૩માં તેમનો પહેલો આલ્બમ લોન્ચ કર્યો. ભારત સરકારે તેમને ૧૯૮૮માં પદ્મશ્રી, ૨૦૨૨માં પદ્મ ભૂષણ અને ૨૦૨૩માં પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણ ગ્રેમી એવોર્ડ પણ જીત્યા હતા.