યુએસએ એક એવો દેશ છે જ્યાં ઇતિહાસ હજારો વર્ષો જુનો નહીં હોય પણ રસપ્રદ બહુ જ છે. સાન ફ્રાન્સિસ્કો - વેસ્ટ કોસ્ટમાં આવેલું શહેર તેના તડકા, તેના બ્રિજ, તેના દરિયા માટે તો ફેમસ છે જ પણ તે ફેમસ છે ત્યાં આવેલા ખાવા પિવાના સ્થળો માટે પણ. જુઓ શું શું મળે છે સાન ફ્રાન્સિસ્કોમાં અને ક્યાં જવાનું તમારે એક ટુરિસ્ટ તરીકે મિસ ન જ કરવું જોઇએ કારણકે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. સાન ફ્રાન્સિસ્કો એક એવું શહેર છે જ્યાં ફૂડ અને ડ્રિંક્સને મામલે તમને શ્રેષ્ઠ વિકલ્પો મળશે. એ સાન ફ્રાન્સિસ્કોના સાર ડૉ (Sourdough)થી લઈને મૂળ મિશન બરિટો (Burrito) સુધી, સિટી બાય ધ બે પ્રખ્યાત ક્યુઝિન્સ ઑફર કરે છે જે તમને બીજે માણવા નથી મળવાના. ચાલો જાણીએ કે જો તમે સાન ફ્રાન્સિસ્કો જવાના હો તો તમારે ક્યાં જવાનું પ્લાનિંગ એડવાન્સમાં કરી રાખવું જોઇએ. સાન ફ્રાન્સિસ્કોના 10 આઇકોનિક ફૂડ અને ડ્રિંક્સ જે કોઇ કાળે મિસ ન કરવા. (તસવીર સૌજન્ય સાર્થા પીઆર)
03 February, 2023 06:42 IST | Mumbai | Chirantana Bhatt