Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યુદ્ધને કારણે ભારતમાં કારની ડિલિવરીમાં વિલંબની શક્યતા

યુદ્ધને કારણે ભારતમાં કારની ડિલિવરીમાં વિલંબની શક્યતા

Published : 08 April, 2026 08:33 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મહિનામાં કારની કિંમતમાં વધારાની પણ શક્યતા : ૧૭ ટકા ડીલરોના મતે ત્રણથી ચાર વીકનો સમય લાગશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે અને ઘટતી જતી માગણીના પગલે નાણાકીય વર્ષ ૨૦૨૭માં પૅસેન્જર વાહનોના વેચાણમાં વૃદ્ધિ ધીમી પડવાની ધારણા છે. બ્રોકરેજ ફર્મ નોમુરાએ એનો અંદાજ ૮ ટકાની આસપાસ રાખ્યો છે, જ્યારે ક્રિસિલે ત્રણથી પાંચ ટકાના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો છે. વળી એપ્રિલ મહિનામાં કારની ડિલિવરીમાં પણ મોડું થવાની ધારણા છે. આ સિવાય કાચા માલના ભાવમાં થયેલા વધારાને પગલે કારની કિંમતમાં પણ વધારાની શક્યતા છે.

ભારતના ઑટોમોબાઇલ ડીલરોએ ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ઇનપુટ ખર્ચમાં વધારો થશે. યુદ્ધને કારણે તેલ, ગૅસ અને ઍલ્યુમિનિયમ, તાંબું અને સ્ટીલ જેવી મુખ્ય ધાતુઓ મોંઘી થઈ ગઈ છે જેને કારણે ઉત્પાદન અને લૉજિસ્ટિક્સના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. એને કારણે ઑટો સપ્લાય ચેઇનમાં ઈંધણ અને લૉજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થયો છે, જ્યારે વાહનના ઉત્પાદનમાં વપરાતી ઍલ્યુમિનિયમ, તાંબું અને સ્ટીલ જેવી મુખ્ય ધાતુઓના ભાવમાં પણ વધારો થયો છે.



અડધાથી વધુ ડીલરોએ સંઘર્ષ સાથે જોડાયેલા સપ્લાય અથવા ડિસ્પૅચ વિક્ષેપનો અનુભવ કર્યો છે. ૧૭.૧ ટકા ડીલરોએ કારની ડિલિવરીમાં ત્રણથી ૪ અઠવાડિયાંના વિલંબની જાણકારી તેમના ગ્રાહકોને આપી છે.


માર્ચમાં પૅસેન્જર વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૨૧.૪૮ ટકા વધ્યું, જ્યારે ટૂ-વ્હીલરનું વેચાણ ૨૬.૬૮ ટકા અને કમર્શિયલ વાહનોનું વેચાણ ૧૫.૧૨ ટકા વધ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 08:33 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK