Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સૉફ્ટ અને સ્લાઉચી બૅગ્સનો ટ્રેન્ડ

સૉફ્ટ અને સ્લાઉચી બૅગ્સનો ટ્રેન્ડ

Published : 08 April, 2026 10:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજકાલ સ્ટ્રીટ-સ્ટાઇલથી લઈને ડેઇલીવેઅર સુધી બધે સૉફ્ટ અને સ્લાઉચી બૅગ જોવા મળે છે. આ બૅગ્સ ફક્ત લુકને સ્ટાઇલિશ નથી બનાવતી, દૈનિક જીવનમાં સગવડ પણ આપે છે

સૉફ્ટ અને સ્લાઉચી બૅગ્સ

સૉફ્ટ અને સ્લાઉચી બૅગ્સ


આજના જમાનામાં સ્ટાઇલ માત્ર કપડાં સુધી સીમિત નથી રહી, ઍક્સેસરીઝ પણ વ્યક્તિની પર્સનાલિટીનો મહત્ત્વનો ભાગ બની ગઈ છે. ખાસ કરીને બૅગ હવે માત્ર જરૂરી વસ્તુઓ રાખવા માટેનું સાધન નથી, એ તમારા લુકને ડિફાઇન કરતું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયું છે. છેલ્લા થોડા સમયથી ફૅશન-વર્લ્ડમાં સૉફ્ટ અને સ્લાઉચી બૅગનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે જે કમ્ફર્ટ અને એલિગન્સનું પર્ફેક્ટ મિક્સ ગણાય છે.

સ્લાઉચી એટલે એવી બૅગ જેનો પોતાનો કોઈ કડક કે ફિક્સ્ડ આકાર નથી હોતો. તમે એને ખભા પર લટકાવો કે હાથમાં પકડો, એ પોતાની અંદર રહેલા સામાન મુજબ લચીલો આકાર ધારણ કરે છે. આ બૅગ્સ દેખાવમાં જેટલી એફર્ટલેસ લાગે છે, વાપરવામાં એટલી જ આરામદાયક હોય છે. ઉનાળામાં જ્યારે આપણે હળવા કૉટન કે લિનનના કપડાં પહેરીએ છીએ ત્યારે તેની સાથે આવી નરમ બૅગ્સ એક પરફેક્ટ લુક આપે છે.



કેમ છે પૉપ્યુલર?


કમ્ફર્ટ અને ફ્લેક્સિબિલિટી - આ બૅગ્સમાં કોઈ કડક ફ્રેમ હોતી નથી, જેના કારણે એ વજનમાં એકદમ હળવી હોય છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે એ અંદર રહેલા સામાન મુજબ પોતાનો આકાર બદલી લે છે જે એને ખભા પર કે હાથમાં કૅરી કરવામાં ખૂબ જ આરામદાયક બનાવે છે.

એફર્ટલેસ એસ્થેટિક - અત્યારે કૅઝ્યુઅલ ચિક એટલે કે વગર મહેનતે સ્ટાઇલિશ દેખાવાનો ટ્રેન્ડ છે. સેલિબ્રિટીઝ પણ અત્યારે આ રિલૅક્સ્ડ છતાં લક્ઝુરિયસ દેખાવને વધુ પસંદ કરી રહ્યા છે.
‍વર્સેટિલિટી અને ફંક્શનલિટી - આ બૅગ્સ સવારથી રાત સુધીના દરેક પ્રસંગ માટે પર્ફેક્ટ છે. પછી ભલે તમારે શૉપિંગ માટે જવું હોય, ઑફિસ જવું હોય કે સાંજે ફ્રેન્ડ્સ સાથે બહાર જવું હોય...એ દરેક જગ્યાએ સૂટ થાય છે.


મૉડર્ન મિનિમલિસ્ટ ડિઝાઇન - આ બૅગ્સમાં બહુ મોટી ચેઇન કે ભપકાદાર બકલ્સ નથી હોતાં. એમાં છુપાયેલી ઝિપર કે મૅગ્નેટિક સ્નૅપ્સ જેવી ઝીણવટભરી વિગતો હોય છે, જે એના કુદરતી અને લચીલા આકારને જાળવી રાખે છે.

કેવી રીતે સ્ટાઇલ કરશો?

કૅઝ્યુઅલ અને કમ્ફર્ટ લુક – વીક-એન્ડ આઉટિંગ માટે સૉફ્ટ સ્લાઉચી બૅગને રિલૅક્સ્ડ ડેનિમ, ઓવરસાઇઝ્ડ કાર્ડિગન અને સ્નીકર્સ સાથે પેર કરો. આ લુક તમને એકદમ આરામદાયક છતાં સ્ટાઇલિશ દેખાવ આપશે.

પ્રપોર્શનનું સંતુલન - જો તમે મૅક્સી ડ્રેસ જેવાં સૉફ્ટ અને ફ્લોઈ કપડાં પહેર્યાં હોય તો એની સાથે સ્લાઉચી બૅગ જ પસંદ કરો. એ તમારા આખા લુકમાં સરસ તાલમેલ લાવશે.

કૉન્ટ્રાસ્ટનો જાદુ - જો તમે ઑફિસ માટે ટેલર્ડ બ્લેઝર કે ફિટિંગવાળાં કપડાં પહેર્યાં હોય તો એની સાથે સ્લાઉચી બૅગ લેવાથી એક ફૅશનેબલ કૉન્ટ્રાસ્ટ ઊભો થશે. આનાથી તમારો લુક બહુ કડક લાગવાને બદલે થોડો મૉડર્ન અને ફ્રેન્ડ્લી લાગશે.

કૅરી કરવાની સાચી રીત - સ્લાઉચી બૅગને હંમેશા ખભા પર અથવા હાથની વચ્ચે પકડો. એને ક્રોસબૉડી પહેરવાને બદલે આ રીતે કૅરી કરવાથી તમે વધુ એલિગન્ટ અને સૉફિસ્ટિકેટેડ દેખાશો.

રંગોની પસંદગી - જો તમારો આઉટફિટ એકદમ સિમ્પલ કે મિનિમલિસ્ટ હોય તો લાલ જેવા બોલ્ડ રંગની સ્લાઉચી બૅગ પસંદ કરો. એ તમારા આખા લુકને તરત જ એલિવેટ કરી દેશે, જ્યારે ન્યુડ કે કૅમલ કલરની બૅગ કોઈ પણ કપડાં સાથે સદાબહાર લાગે છે.

કયું મટીરિયલ પસંદ કરવું?

સ્લાઉચી બૅગ પસંદ કરતી વખતે એનું મટીરિયલ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમે લાંબા સમય સુધી ટકાઉ અને ક્લાસી લુક ઇચ્છતા હો તો લેધર એક ઉત્તમ વિકલ્પ છે, કારણ કે એ વર્ષો સુધી એની ક્વૉલિટી જાળવી રાખે છે. ઉનાળાની સીઝનમાં હળવાશ અને આરામ માટે કૉટન અથવા લિનન મટીરિયલ વધુ યોગ્ય ગણાય છે, કારણ કે એ બ્રીધેબલ હોય છે અને દૈનિક ઉપયોગ માટે સરળ રહે છે. જ્યારે સ્વેડ મટીરિયલ બૅગને સ્ટાઇલિશ અને પ્રીમિયમ લુક આપે છે, પરંતુ એને વધુ કાળજી અને મેઇન્ટેનન્સની જરૂર પડે છે, તેથી એનો ઉપયોગ ખાસ પ્રસંગો માટે વધુ યોગ્ય માનવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK