ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025’ નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’થી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયાનું 22મું સંસ્કરણ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાયું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવાંકે, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, ઉત્તરપૂર્વના રાજ્યો જેવાકે મિઝોરમ, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ તેમજ નેપાળ અને ભૂટાન જેવા દેશોમાંથી મળીને લગભગ 2000થી વધુ બાઇક રાઇડર્સે આ 3 દિવસીય મોટરસાયકલિંગ ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો.
04 February, 2025 07:48 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent