Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઝારખંડના મિનિસ્ટર્સને ૬૦,૦૦૦ રૂપિયા સુધીના મોબાઇલ માટે પૈસા ચૂકવશે સરકાર

ઝારખંડના મિનિસ્ટર્સને ૬૦,૦૦૦ રૂપિયા સુધીના મોબાઇલ માટે પૈસા ચૂકવશે સરકાર

Published : 26 July, 2024 02:05 PM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍરટેલમાં સૌથી મોંઘો પ્લાન ૬૦૯ રૂપિયાનો અને વોડાફોન-આઇડિયાનો સૌથી મોંઘો પ્લાન ૫૩૯ રૂપિયાનો છે

પ્રતીકાત્મક તસવીર

લાઇફમસાલા

પ્રતીકાત્મક તસવીર


ઝારખંડની કૅબિનેટે મિનિસ્ટર્સ અને સેક્રેટરીઝ માટે ૬૦,૦૦૦ રૂપિયા સુધીનો મોબાઇલ ફોન ખરીદવાની પરવાનગી આપી છે. સ્ટેટ કૅબિનેટ દ્વારા આ અપ્રૂવલ માટે પ્રપોઝલ આપવામાં આવી હતી, જેમાં એક મહિનાના મોબાઇલના રીચાર્જ માટે ૩૦૦૦ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. આ પ્રપોઝલને પાસ કરવામાં આવી છે. કૅબિનેટ સેક્રેટરી વંદના દાદેલના જણાવ્યા મુજબ મિનિસ્ટરો અને સેક્રેટરીઓ માટે ૬૦,૦૦૦ રૂપિયા સુધીના મોબાઇલ અને મહિને ૩૦૦૦ રૂપિયાનું રીચાર્જ. સ્પેશ્યલ સેક્રેટરી-લેવલના ઑફિસર્સ ૪૫,૦૦૦ રૂપિયા સુધીનો મોબાઇલ અને ૨૦૦૦ રૂપિયાનું રીચાર્જ તેમ જ ઍડિશનલ સેક્રેટરી, ઍડિશનલ ડિરેક્ટર અને અન્ય વ્યક્તિઓ ૩૦,૦૦૦નો મોબાઇલ અને ૭૫૦ રૂપિયા એક મહિનાના રીચાર્જ માટે મેળવી શકશે. જોકે નવાઈની વાત એ છે કે જિયોમાં ૨૮ દિવસનો સૌથી મોંઘો પ્લાન ૪૪૯ રૂપિયાનો, ઍરટેલમાં સૌથી મોંઘો પ્લાન ૬૦૯ રૂપિયાનો અને વોડાફોન-આઇડિયાનો સૌથી મોંઘો પ્લાન ૫૩૯ રૂપિયાનો છે. જો એક મહિનાના આટલા જ રૂપિયા થતા હોય તો પછી ૩૦૦૦ રૂપિયા આપવા પાછળનો હેતુ શું છે એ જાણવા જેવી વાત છે.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2024 02:05 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK