Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વૉટ્સઍપ વેબ કાયમ લૉગ-ઇન રાખવું જોખમી : ઇ‌ન્ડિયન સાઇબર ક્રાઇમ કોઑ‌ર્ડિનેશન સેન્ટરે જાહેર કરી ઍડ્વાઇઝરી

વૉટ્સઍપ વેબ કાયમ લૉગ-ઇન રાખવું જોખમી : ઇ‌ન્ડિયન સાઇબર ક્રાઇમ કોઑ‌ર્ડિનેશન સેન્ટરે જાહેર કરી ઍડ્વાઇઝરી

Published : 24 November, 2026 08:33 AM | Modified : 24 November, 2026 09:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઇબર કૅફે, પબ્લિક કિઓસ્ક, હોટેલ બિઝનેસ સેન્ટર કે ઉછીના લીધેલા કમ્પ્યુટર પર લૉગ-ઇન ન કરવા તથા સંવેદનશીલ ઑફિસ વાતાવરણમાં વૉટ્સઍપ વેબ ટાળવા સલાહ અપાઈ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઑર્ડિનેશન સેન્ટર (I4C)ના નૅશનલ સાઇબરક્રાઇમ થ્રેટ ઍનૅલિટિક્સ યુનિટ (NCTAU)એ ચેતવણી આપી છે કે વૉટ્સઍપ વેબના લૉગ-ઇન રહેલા સેશનનો દુરુપયોગ કરીને ગેરકાયદે રીતે યુઝર્સનાં અકાઉન્ટ સુધી પહોંચી શકાય છે. ૧૮ નવેમ્બરે જાહેર કરાયેલી ઍડ્વાઇઝરીમાં I4Cએ જણાવ્યું કે એના દ્વારા સાઇબર ગુનેગારો મેસેજ વાંચી શકે છે, અકાઉન્ટધારકની ઓળખનો દુરુપયોગ કરી શકે છે તથા કૉન્ટૅક્ટ્સ અને ગ્રુપ-ચૅટ મેળવીને છેતરપિંડી, ફિશિંગ કે સોશ્યલ એન્જિનિયરિંગ કરી શકે છે.

ઍડ્વાઇઝરીમાં જણાવાયું હતું કે વૉટ્સઍપ વેબને કાયમ લૉગ-ઇન ન રાખો અને ખાસ કરીને ઑફિસના કમ્પ્યુટર, શૅર્ડ સિસ્ટમ કે જાહેર કમ્પ્યુટર પર એનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખો. માત્ર બ્રાઉઝર વિન્ડો કે ટૅબ બંધ કરવાથી લૉગ-આઉટ થતું નથી તેથી દરેક સેશન બાદ મૅન્યુઅલી લૉગ-આઉટ કરવું જરૂરી છે. જો ઉપયોગ ટાળી ન શકાય તો વિશ્વસનીય કમ્પ્યુટર પર ઇન્કૉગ્નિટો અથવા પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરવો જોઈએ. સાઇબર કૅફે, પબ્લિક કિઓસ્ક, હોટેલ બિઝનેસ સેન્ટર કે ઉછીના લીધેલા કમ્પ્યુટર પર લૉગ-ઇન ન કરવા તથા સંવેદનશીલ ઑફિસ વાતાવરણમાં વૉટ્સઍપ વેબ ટાળવા સલાહ અપાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK