આ ફેસ્ટિવલની વચ્ચે બીચ સિટી પુરીમાં પુરી નિલાદ્રી બીચ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે
પુરી બીચ ફેસ્ટિવલ
૧૮મા પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત ગઈ કાલે ઓડિશાના ભુવનેશ્વરમાં થઈ હતી અને આ સંમેલન ૧૦ જાન્યુઆરી સુધી ચાલશે. આ બે દિવસમાં ભારતીય મૂળના અનેક બિનરહીશ ભારતીયો આવશે અને એમાં ભાગ લેશે. આ ફેસ્ટિવલની વચ્ચે બીચ સિટી પુરીમાં પુરી નિલાદ્રી બીચ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બીચ પર માટી અને અન્ય મટીરિયલમાંથી બનાવવામાં આવતાં સ્કલ્પચરો જોવા માટે બિનરહીશ ભારતીયોની મોટી ભીડ જામી હતી. ખાસ કરીને વેસ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવેલાં સ્કલ્પચરો જોઈને તેઓ ખુશ થઈ ગયા હતા. દેશ અને વિદેશના ટૂરિસ્ટોમાં પણ આ કલાકૃતિઓ લોકપ્રિય બની હતી.
આ બીચ ફેસ્ટિવલમાં કલાકારોએ ગાર્બેજ, પ્લાસ્ટિક બૉટલ્સ, તૂટેલાં રમકડાં, કાચની બૉટલ્સ, ટીન, તૂટેલી નેટ, દોરડાં અને ફેંકી દેવાયેલી આઇટમોમાંથી કલાકૃતિઓ તૈયાર કરી છે.
ADVERTISEMENT
ગુલમર્ગમાં સ્નો-મૅજિક
કાશ્મીરમાં ઠેરઠેર બરફ પડી રહ્યો છે ત્યારે ગુલમર્ગમાં એક તરફ મહારાજા શિવ મંદિર હિમાચ્છાદિત થઈ ગયું છે અને બીજી તરફ સહેલાણીઓ સ્કીઇંગ શીખવાની મજા માણી રહ્યા છેે.