Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પ્રવેશ મેળવવા માટે ઉંમરની મર્યાદા ખતમ

ન્યૂઝ શોર્ટમાં: નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પ્રવેશ મેળવવા માટે ઉંમરની મર્યાદા ખતમ

Published : 08 April, 2026 08:38 AM | Modified : 08 April, 2026 09:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નવી વ્યવસ્થામાં ઍકૅડેમિક બૅન્ક ઑફ ક્રેડિટ્સ (ABC) પોર્ટલ પર નોંધણી ફરજિયાત બનાવાઈ છે. 

દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટ


હવે કોઈ પણ વયે ડ્રામા અને ઍક્ટિંગમાં કરીઅર બનાવવી હોય તો એ સપનું પૂરું કરી શકાશે, કેમ કે દિલ્હી હાઈ કોર્ટે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં પ્રવેશ માટે ૩૦ વર્ષની વયમર્યાદા રદ કરી દીધી છે. કોર્ટના મતે અભિનય એ પ્રતિભાનું ક્ષેત્ર છે જેને ઉંમર દ્વારા બાંધી શકાતું નથી. કોર્ટે કહ્યું હતું કે અભિનય અને રંગમંચ સંપૂર્ણ રીતે પ્રતિભા અને કૌશલ પર આધારિત ક્ષેત્ર છે, એમાં ઉંમર બાધારૂપ બનવી ન જોઈએ. ન્યાયાધીશ જસમિત સિંહે આને મૌલિક અધિકારોનું ઉલંલઘન માનીને ૩૪ અને ૪૨ વર્ષના બે અરજદારોને પ્રવેશ માટે અરજી કરવાની અનુમતિ આપી હતી.

ચાની તલબ જીવલેણ નીવડી: મોડી રાતે હાઇવે પર ચા પીને પાછા ફરી રહેલા ૭ યુવાનોની કારનો ગોઝારો અકસ્માત, ૪ મિત્રોનાં મોત



અમરાવતી-અકોલા હાઇવે પર સોમવારે રાતે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં ૪ યુવાનોનાં મોત થયાં હતાં. બડનેરાના વીસથી લઈને ૨૬ વર્ષના ૭ મિત્રો સોમવારે મોડી રાતે ચા પીવા અમરાવતી-અકોલા હાઇવે પર બેલોરા ઍરપોર્ટ પાસે આવેલી સલીમ ચાવાળાની દુકાન પર ગયા હતા. તેઓ ચા પીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સાતમાંથી ૪ મિત્રોનાં મોત થયાં હતાં અને ૩ મિત્રો ઘાયલ થયા હતા. એમાંથી એકની હાલત ગંભીર હતી.


કલ્યાણના સ્કાયવૉક પર સ્કૂટર દોડાવતા યુવકનો વિડિયો વાઇરલ

કલ્યાણ-ઈસ્ટમાં સ્ટેશન નજીક એક યુવક સ્કાયવૉક પર લોકોની વચ્ચે સ્કૂટર ચલાવતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. શરૂઆતમાં તે સ્કાયવૉક પર ધીમેથી લોકો વચ્ચેથી પસાર થાય છે અને પછી સ્પીડમાં સ્કૂટર દોડાવતો જોવા મળ્યો હતો. તેણે હેલ્મેટ પણ નહોતી પહેરી. પગપાળા જતા લોકોની સલામતી માટે બનાવાયેલા સ્કાયવૉક પર સ્કૂટર દોડાવવાની ઘટના નિયમના ઉલ્લંઘનની સાથોસાથ જાહેર સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે. લોકોએ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં દેખાયેલા યુવક પર કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.


માટુંગાની રેલવે વર્કશૉપમાં ટ્રેનના કોચમાં ભીષણ આગ, સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં

સેન્ટ્રલ રેલવેની માટુંગા વર્કશૉપમાં મંગળવારે બપોરે એક સ્લીપર કોચમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આખો કોચ ભડકે બળ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. 
બપોરે ૩.૧૦ વાગ્યે લાગેલી આગ પર ૪ વાગ્યા સુધીમાં સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.  આગને કારણે કોચના ઉપરના ભાગને આશરે ૭૦ ટકા જેટલું નુકસાન થયું છે. કોચની નીચેના ભાગમાં લગાડવામાં આવેલાં ઇક્વિપમેન્ટ્સ સુરક્ષિત રહ્યાં છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દુર્ઘટના સમયે કોચના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) છેડા તરફ આવેલા ટૉઇલેટના ભાગમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. વેલ્ડિંગ દરમ્યાન નીકળેલા તણખા નજીકની જ્વલનશીલ સામગ્રી પર પડતાં આગ લાગી હતી. પવન અને કોચ નૉન-AC હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.  તસવીર : સમીર અબેદી

આ વર્ષથી ઑનર્સ સાથે અન્ડર-ગ્રૅજ્યુએટ પ્રોગ્રામને મંજૂરી

વિદ્યાર્થીઓને ઑનર્સ અને રિસર્ચ ડિગ્રી મેળવવાની તક મળશે, ૭.૫ CGPA મેળવનારને રિસર્ચ ટ્રૅકમાં પ્રવેશ

નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) 2020 મુજબ કૉલેજના વિદ્યાર્થીઓને ચોથા વર્ષમાં ‘ઑનર્સ’ અથવા ‘ઑનર્સ વિથ રિસર્ચ’ એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની તક મળશે. રાજ્યના હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે આ બાબતનો ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડવામાં આવ્યો હતો. GR મુજબ નવો ૪ વર્ષનો પ્રોગ્રામ કુલ ૮ સેમેસ્ટરમાં રહેશે. જે વિદ્યાર્થીઓ ઑનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરશે તેમણે ૪ વર્ષમાં ૧૬૦થી ૧૭૬ ક્રેડિટ પૂરી કરવાની રહેશે, જેમાં છેલ્લા વર્ષમાં ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત રહેશે. બીજી તરફ જે વિદ્યાર્થીઓ રિસર્ચમાં રુચિ ધરાવે છે અને જેમણે પહેલા ૩ વર્ષમાં ઓછામાં ઓછો ૭.૫ ક્યુમ્યુલેટિવ ડ્રેડ પૉઇન્ટસ ઍવરેજ (CGPA) મેળવ્યો હશે તેઓ ઑનર્સ વિથ રિસર્ચ ટ્રૅક પસંદ કરી શકશે. આ વિદ્યાર્થીઓએ તેમના મુખ્ય વિષયમાં ૧૨ ક્રેડિટનો રિસર્ચ પ્રોજેક્ટ કે નિબંધ રજૂ કરવાનો રહેશે. આ નવી વ્યવસ્થામાં ઍકૅડેમિક બૅન્ક ઑફ ક્રેડિટ્સ (ABC) પોર્ટલ પર નોંધણી ફરજિયાત બનાવાઈ છે. 

મરીન ડ્રાઇવની પાળીએથી સુંદર સાંજનો નઝારો

નમતા પહોરે આખા દિવસની આકરી ગરમી અનુભવ્યા પછી મરીન ડ્રાઇવની પાળી પર બેસીને દરિયાની ઠંડક અનુભવવા આવેલા મુંબઈગરાને વાદળછાયા આકાશનો સુંદર નઝારો જોવા મળ્યો હતો. તસવીર: આશિષ રાજે

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK