અમેરિકા કોરોનાની રસીના એક અબજ ડોઝના ઉત્પાદનમાં ભારતીય કંપનીને મદદ કરશે
પ્રતીકાત્મક તસવીર
ભારતની દવા ઉત્પાદક કંપની બાયોલૉજિકલ-ઈ દ્વારા ૨૦૨૨ના અંત સુધીમાં કોરોનાની રસીના ઓછામાં ઓછા એક અબજ ડોઝનું ઉત્પાદન કરવાના પ્રયાસમાં અમેરિકા નાણાકીય સહાય પૂરી પાડશે એમ ક્વોડ સમિટ બાદ વાઇટહાઉસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું.
ક્વોડ નેતાઓએ વર્ચ્યુઅલ સમિટમાં રસી માટેની વ્યાપક સ્તરની પહેલ શરૂ કરવાનું નક્કી કર્યું હતું, જેના હેઠળ ઇન્ડો-પૅસિફિક પ્રદેશમાં અમેરિકા અને જપાનની નાણાકીય સહાય દ્વારા ભારતમાં કોરોનાની રસીનું ઉત્પાદન કરવામાં આવશે, જ્યારે ઑસ્ટ્રેલિયા લૉજિસ્ટિક્સને લગતાં પાસાંઓમાં યોગદાન આપશે.

