મોહનદાસ પૈએ વધુમાં કહ્યું હતું કે ‘ભારતની બહાર આપવામાં આવેલી સર્વિસ GSTના દાયરામાં નથી આવતી
મોહનદાસ પૈ
કર્ણાટકની ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ઑફિસે ઇન્ફોસિસને ૩૨,૪૦૩ કરોડ રૂપિયાની ટૅક્સની ચોરીના મામલે આપેલી પ્રી-શો કૉઝ નોટિસને આ કંપનીના એક સમયના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (CFO) મોહનદાસ પૈએ ટૅક્સ ટેરરિઝમની ચરમસીમા ગણાવી છે. તેમણે આને ઇન્કમ ટૅક્સના અધિકારીઓની મનમાની ગણાવીને કહ્યું હતું કે જો આ નોટિસની વાત સાચી હોય તો એ આઘાતજનક છે. જોકે કંપનીએ આ બાબતે જાહેર કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અમારી કંપનીની વિદેશની બ્રાન્ચોએ જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૨૨ વચ્ચે જે ખર્ચા કર્યા હતા એના પર ૩૨,૪૦૩ કરોડ રૂપિયાનો GST ભરવાનો બાકી હોવાનું કહીને આ પ્રી- શો કૉઝ નોટિસ આપી છે. અમે આ નોટિસનો સત્તાવાર જવાબ આપી દીધો છે.’ મોહનદાસ પૈએ વધુમાં કહ્યું હતું કે ‘ભારતની બહાર આપવામાં આવેલી સર્વિસ GSTના દાયરામાં નથી આવતી. શું અધિકારીઓ તેમને મન ફાવે એમ અર્થઘટન કરી શકે?’