TMC નેતા જયપ્રકાશ મજુમદારે કહ્યું હતું કે ‘મિથુન ચક્રવર્તી બંગલાદેશનું નામ લઈને પશ્ચિમ બંગાળમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
મિથુન ચક્રવર્તી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘જો ૨૦૨૬ની ચૂંટણીમાં TMC જીતશે તો બંગાળમાંથી તમામ હિન્દુઓ ગાયબ થઈ જશે.’ આ નિવેદન બાદ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
મિથુન ચક્રવર્તીએ બંગલાદેશનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘આજે પણ નવ ટકા હિન્દુઓ અમને મત નથી આપતા. હું બૂમ પાડીને કહું છું કે આ વખતે તમારા ઘરની બહાર આવો અને BJPને મત આપો. બંગલાદેશે આપણને ફક્ત ટ્રેલર બતાવ્યું છે, મને શંકા છે કે આ પછી બંગાળમાં હિન્દુ બંગાળીઓ ટકી શકશે કે નહીં. જો હિન્દુઓ આ વખતે મતદાન નહીં કરે તો આવનારા દિવસોમાં આપણને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ આપણા અસ્તિત્વની લડાઈ છે.’
ADVERTISEMENT
મિથુન ચક્રવર્તીના આ નિવેદન પર TMCએ આકરી પ્રતિક્રિયા આપી છે. TMC નેતા જયપ્રકાશ મજુમદારે કહ્યું હતું કે ‘મિથુન ચક્રવર્તી બંગલાદેશનું નામ લઈને પશ્ચિમ બંગાળમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું મિથુન ચક્રવર્તી મુંબઈ જઈને આ બધું કહી શકે છે? જો બંગલાદેશનો ઉલ્લેખ કરીને રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો પશ્ચિમ બંગાળના લોકો એને સહન કરશે નહીં.’

