Mallikarjun Kharge Statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરવાને બદલે ભૂલથી રાહુલ ગાંધીનું નામ લીધું હતું
મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
ભાજપે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge Statement)ની મજાક ઉડાવી કારણ કે તેમણે પોતાના ભાષણમાં રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરવાને બદલે ભૂલથી રાહુલ ગાંધીનું નામ લીધું હતું. રાજસ્થાનના અનુપગઢમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભૂલથી કહ્યું, “રાહુલ ગાંધી જેવા નેતાઓએ દેશની એકતા માટે પોતાનો જીવ આપી દીધો.”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે એટલે કે 20 નવેમ્બરના રોજ રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતા ભૂલથી રાહુલ ગાંધીનું નામ (Mallikarjun Kharge Statement) ઉચ્ચારી લીધું હતું. કોંગ્રેસ નેતાની આ ભૂલ પર ભાજપે તરત જ ઝાટકણી કાઢી હતી અને તેમની મજાક ઉડાવી હતી.
ADVERTISEMENT
વાસ્તવમાં, રાજસ્થાનના અનુપગઢમાં એક રેલીને સંબોધિત (Mallikarjun Kharge Statement) કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, `રાહુલ ગાંધી જેવા નેતાઓએ આ દેશની એકતા માટે પોતાનો જીવ આપ્યો.` જો કે, આ પછી તરત જ ખડગેએ કહ્યું, `હું માફી માંગુ છું. ભૂલથી મેં રાહુલ ગાંધી કહ્યું. રાજીવ ગાંધીએ દેશની એકતા માટે પોતાનું બલિદાન આપ્યું. કોંગ્રેસ પાસે એવા નેતાઓ છે જેમણે દેશ માટે પોતાનો જીવ આપ્યો, જ્યારે ભાજપ પાસે એવા નેતાઓ છે જેમણે પોતાનો જીવ લીધો.
ભાજપે મજાક ઉડાડી
ભાષણ દરમિયાન જ્યારે તેમણે આ ભૂલ કરી, ત્યારે કોઈએ તેમને તરત જ તેમની આ ભૂલ થવા અંગે ચેતવણી આપી હતી. અને ખડગેએ પોતાની જાતને તરતજ સુધારી પણ લીધી હતી, પરંતુ ભાજપે આ તક જવા દીધી નહીં. ભાજપે આ ભાષણની ક્લિપ તેના X એકાઉન્ટ પર `આ ક્યારે થયું` કેપ્શન સાથે પોસ્ટ કરી છે?
ये कब हुआ? pic.twitter.com/OCCR65Q1qc
— BJP (@BJP4India) November 20, 2023
ખડગેએ સ્પષ્ટતા સાથે માગી માફી
ખડગેએ સ્પષ્ટતા આપતાં (Mallikarjun Kharge Statement) કહ્યું હતું કે, હું માફી માંગુ છું. મેં ભૂલથી રાજીવને બદલે રાહુલ ગાંધી (Rahul Gandhi)નું નામ લઈ લીધું હતું. મેં ભૂલથી કહ્યું કે રાહુલ ગાંધી... રાજીવ ગાંધીએ દેશની એકતા માટે પોતાનો જીવ આપી દીધો. કોંગ્રેસ પક્ષમાં એવા નેતાઓ છે જેઓ દેશ માટે પોતાનો જીવ આપી દે છે, તો બીજી તરફ ભાજપમાં એવા નેતાઓ છે જેઓ પોતાનો જીવ લઈ લે છે. કોંગ્રેસ અધ્યક્ષની આવી ભૂલ પર કટાક્ષ કરતા ભાજપે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર ખડગેના સંબોધનની વીડિયો ક્લિપ જાહેર કરી અને કહ્યું- આવું ક્યારે થયું?
રાજસ્થાનમાં 25 નવેમ્બરે યોજાશે મતદાન
પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી વચ્ચે મિઝોરમ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મતદાન થયું છે. હવે રાજસ્થાન અને તેલંગાણા બાકી છે. રાજસ્થાનમાં 200 વિધાનસભા સીટો માટે 25 નવેમ્બરે મતદાન થવાનું છે. આ શ્રેણીમાં તમામ પક્ષોના મોટા નેતાઓ રાજ્યની જનતાને રીઝવવા માટે પહોંચી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે.

