બળાત્કારના આરોપીની જામીનઅરજી ફગાવીને કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ આર. નટરાજે કર્યું આકરું સૂચન
કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ આર. નટરાજ
કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ આર. નટરાજે બળાત્કારના ૨૩ વર્ષના આરોપીની જામીનઅરજી ફગાવી દેતી વખતે કેટલાક ગલ્ફ દેશોની જેમ કડક સજાની હિમાયત કરીને અવલોકન કર્યું હતું કે લોકો લોકશાહી પ્રણાલી હેઠળ ઉપલબ્ધ અધિકારો અને સ્વતંત્રતાઓનો વધુ ને વધુ લાભ લઈ રહ્યા છે.
લોકો આકસ્મિક રીતે અને નિયમિત ગુનાઓ કરી રહ્યા છે એવું અવલોકન કરતાં જસ્ટિસ આર. નટરાજે કહ્યું હતું કે ‘હાલના કાયદાઓ હેઠળ ગુનેગારો સાથે પૂરતા પ્રમાણમાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે સજાની નિવારક અસર નબળી પડી છે. કાયદો એની અસરકારકતા ગુમાવી ચૂક્યો છે, કારણ કે આપણે ગુનેગારો સાથે કડકાઈથી વ્યવહાર કરતા નથી. તેથી જ મધ્ય-પૂર્વથી વિપરીત ગુનો કરવો ખૂબ સરળ બની ગયું છે. જો તમે પગ કે હાથ કાપી નાખો છો તો જ લોકો કાયદાનું પાલન કરવાનું શીખશે, કારણ કે આપણી પાસે લોકશાહી છે, દરેક વ્યક્તિ તેને હળવાશથી લે છે.’
