Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રવીના ટંડનના ભાઈના ઘરે પચીસ લાખની ચોરી: વિશ્વાસુ કૅરટેકર મહિલાની ધરપકડ

રવીના ટંડનના ભાઈના ઘરે પચીસ લાખની ચોરી: વિશ્વાસુ કૅરટેકર મહિલાની ધરપકડ

Published : 03 June, 2026 11:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલી આરોપી મહિલા રાશિ છાબરિયા ખાર વિસ્તારની રહેવાસી છે.

રવીના ટંડન

રવીના ટંડન


રવીના ટંડનના ભાઈ રાજીવ ટંડનના જુહુમાં આવેલા ઘરમાંથી પચીસ લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના અને હીરાના દાગીના તેમ જ કીમતી ઘડિયાળોની ચોરી કરવાના આરોપસર જુહુ પોલીસે ૪૭ વર્ષની મહિલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલી આરોપી મહિલા રાશિ છાબરિયા ખાર વિસ્તારની રહેવાસી છે. તે છેલ્લા કેટલાક સમયથી રાજીવ ટંડનના ઘરે તેમની વૃદ્ધ માતા વીણા ટંડનની સંભાળ રાખવા માટે કૅરટેકર તરીકે આવતી હતી. આ દરમ્યાન તેણે પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો એટલે તેને ઘરના બીજા માળે આવેલી રૂમમાં આસાનીથી પ્રવેશ મળતો હતો, જ્યાં તિજોરી રાખવામાં આવી હતી.

ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં પરિવારે તિજોરી ચેક કરી ત્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી. તિજોરીનું તાળું તૂટેલું હતું અને અંદરથી કીમતી ઘરેણાં ગાયબ હતાં. રાશિની પૂછપરછ કરી ત્યારે શરૂઆતમાં તેણે ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં ગુનો કબૂલીને બે લક્ઝરી ઘડિયાળો પાછી આપી હતી. બાકીના દાગીના તેણે જગદીશ નામના સહયોગીને આપ્યા હોવાનું જણાવીને પાછા અપાવવાનો વાયદો કર્યો હતો. જોકે લાંબા સમય સુધી દાગીના પાછા ન મળતાં અને ઊલટાનું રાશિએ પોલીસ-બાતમીદારના નામે રાજીવ ટંડનને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં આખરે પોલીસ-ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ૨૧ મેએ રાશિની ધરપકડ કરીને કોર્ટમાંથી મેળવેલા રિમાન્ડના આધારે વધુ તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK