ગુજરાતમાં ચાલતી ડ્રગ્સ ફૅક્ટરી પર રેઇડ પાડીને ૮૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું, કોલ્હાપુરમાં દારૂ બનાવતા ગેરકાયદે ૧૦૦ અડ્ડાઓ ધ્વસ્ત
ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર રેઇડ પાડીને ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવવા વપરાતો સામાન જપ્ત કરાયો હતો.
પુણેના પિંપરી-ચિંચવડમાં ઝેરી દારૂના કારણે બાવીસ લોકોનાં મૃત્યુ બાદ મુંબઈ પોલીસ ઑલઆઉટ ઍક્શન મોડમાં આવી છે અને મહારાષ્ટ્રમાં ચાલતા દારૂના ગેરકાયદે અડ્ડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં ચાલતી ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર પણ રેઇડ પાડી રહી છે. આ જ કાર્યવાહી અંતર્ગત મુંબઈ પોલીસે ગુજરાતમાં ચાલતી ફૅક્ટરી પર દરોડા પાડીને ૮૦ કરોડ રૂપિયાનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) દત્તા નલાવડેના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ચાલતી MD ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર દરોડા પાડીને ૮૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું,
ADVERTISEMENT
બીજી બાજુ મહારાષ્ટ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે તેમને મળેલી ગુપ્ત બાતમીના આધારે કોલ્હાપુરમાં સુનિયોજિત રીતે લગભગ ૧૦૦ જગ્યાએ છાપેમારી કરી હતી, જેમાંથી ૭૮ ઠેકાણે હાથભઠ્ઠી દારૂના ગેરકાયદે અડ્ડાઓ ચાલતા હોવાનું જણાયું હતું. આ છાપેમારીમાં ૧૪,૬૮,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૯મી મેથી આ છાપેમારી થઈ રહી છે.
