જસ્ટિસે કહ્યું કે તે સંભવતઃ વિશ્વ સ્તર પર સંમતિની સૌથી વધારે ઉંમરમાંથી એક છે, કારણકે અધિકાંશ દેશોએ સહેમતિની ઊંમર 14થી 16 વર્ષની વચ્ચે નક્કી કરેલી છે.
બૉમ્બે હાઇ કૉર્ટ (ફાઈલ તસવીર)
બૉમ્બે હાઈકૉર્ટે (Bombay High Court) કહ્યું કે અનેક દેશોએ કિશોરો માટે શારીરિક સંબંધ બાંધવા માટે સંમતિની ઉંમર ઘટાડી દીધી છે અને હવે સમય આવી ગયો છે કે આપણો દેશ પણ વિશ્વમાં થનારી ઘટનાઓથી માહિતગાર હોય, કારણકે અનેક તરુણો પર કેસ કરવામાં આવી રહ્યા છે. સગીર છોકરીઓ સાથે સંમતિ સાથે સંબંધ જાળવવા માટે જેલ મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગર જજની બેન્ચે કહ્યું, POCSO એક્ટ વિપરીત લિંગ પ્રત્યેની પ્રાકૃતિક ભાવનાઓને અટકાવી શકે નહીં, ખાસ તો કિશોરોમાં બાયોલૉજિકલ અને મનોવૈજ્ઞાનિક પરિવર્તનોને કારણે. આથી એક સગીર છોકરાને એક સગીર છોકરી સાથે સંબંધ બાંધવાના માટે દંડ આપવો બાળકના હિતની વિરુદ્ધ હશે.
બૉમ્બે હાઈકૉર્ટના જજ જસ્ટિસ ડાંગરેએ આ તથ્ય પર પ્રકાશ પાડ્યો છે કે સમયની સાથે, ભારતમાં વિભિન્ન કાયદાઓ દ્વારા સંમતિની ઊંમરમાં વધારો ઘટાડો કરવામાં આવ્યો છે અને આને 1940થી 2012 સુધી 16 વર્ષ સુધી જાળવી રાખવામાં આવ્યું. ત્યારે POCSO એક્ટે આને વધારીને 18 વર્ષ કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું, "આ શક્ય: વિશ્વ સ્તર પર સંમતિની સૌથી વધારે ઊંમરમાંની એક છે, કારણકે મોટાભાગના દેશોએ સંમતિની ઊંમર 14થી 16 વર્ષ વચ્ચેની નક્કી કરી છે." બૉમ્બે હાઈકૉર્ટે કહ્યું, "જર્મની, ઈટલી, પુર્તગાલ, હંગરી વગેરે દેશોમાં 14 વર્ષની ઊંમરના બાળકોને સેક્સ માટે સંમતિ આફવા માટે સક્ષમ માનવામાં આવે છે." તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડ અને વેલ્સ અને અહીં સુધી કે બાંગ્લાદેશ શ્રીલંકામાં પણ સંમતિની ઊંમર નક્કી કરવામાં આવી છે જો કે 16 વર્ષ છે. જાપાનમાં આ 13 વર્ષ છે.
ADVERTISEMENT
બૉમ્બે હાઈકૉર્ટે આગળ કહ્યું કે જ્યાં સુધી ભારતનો પ્રશ્ન છે, બાળવિવાહ નિષેધ અધિનિયમ, 2006 પ્રમાણે પુરુષ અને મહિલા માટે વિવાહની ઉંમર ક્રમશઃ 21 અને 18 નક્કી કરવામાં આવી છે. બાળક શબ્દની પરિભાષા કાયદા પ્રમાણે અલગ-અલગ હોય છે. કાયદો અને POCSO એક્ટ પ્રમાણે, 18 વર્ષથી ઓછી ઊંમરના કિશોરને બાળક માનવામાં આવે છે અને આ તેમની સાથે બધી યૌન ગતિવિધિઓને ગુનો માને છે, ભલે આ સંમતિ સાથે કરવામાં આવ્યું હોય. પીઠે ખાસ દબાણપૂર્વક કહ્યું છે કે સંમતિની ઊંમરને લગ્નની ઊંમરથી અલગ કરવી જોઈએ, કારણકે યૌન કૃત્ય ફક્ત લગ્નના વિસ્તારમાં નથી હોતા અને માત્ર સમાજ, પણ ન્યાયિક સિસ્ટમને પણ આ મહત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ.
જસ્ટિસ ડાંગરે વડાલાના એન્ટોપ હિલ વિસ્તારના એક 32 વર્ષીય દરજી દ્વારા દાખલ અપીલ પર સુનાવણી કરી રહ્યા હતા, જેને 21 ફેબ્રુઆરી, 2019ના એક વિશેષ પૉક્સો (યૌન ગુનાઓથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ) કૉર્ટે સગીર સાથે સંમતિથી સંબંધ બનાવવા પર સજા સંભળાવી હતી. તે સમયે દરજીની ઊંમર લગભગ 25 વર્ષની હતી અને છોકરીની ઊંમર લગભગ સાડા 17 વર્ષ હતી. પછી બન્નેએ લગ્ન કરી લીધા અને છોકરીએ ટ્રાયલ કૉર્ટ સામે બે વાર કહ્યું હતું કે તેમના સંબંધ સંમતિથી બન્યા હતા, પણ પૉક્સો કૉર્ટે દરજીને દોષી જાહેર કર્યા અને તેને 10 વર્ષની સજા સંભળાવી, કારણકે છોકરી ટેક્નિકલ રીતે સગીર હતી. જસ્ટિસ ડાંગરેએ કહ્યું કે જ્યારે કોઈ કિશોર યૌન સંબંધ બાંધે છે તો શારીરિક આકર્ષણ કે મોહનો કેસ હંમેશા સામે આવે છે અને આ જરૂરી છે કે અમારો દેશ વિશ્વમાં જે કંઈપણ થઈ રહ્યું છે અને તેના પર નજર રાખવી.