ગંગા નદી પર ૨૦૨૫ના મહાકુંભ મેળાની આકાશમાંથી લેવામાં આવેલી તસવીરો; આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ છે
મહાકુંભની રવિવાર રાતની મંત્રમુગ્ધ કરનારી તસવીરો ISSએ ખેંચી હતી
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)એ પણ દુનિયાના સૌથી મોટા ધાર્મિક ઉત્સવ અને સૌથી વધારે માણસો આવતા હોય એવા મહાકુંભની આકાશમાંથી તસવીરો લીધી હતી અને શૅર કરી હતી. આ મુદ્દે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાએ જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં યોજાયેલા આ મહાકુંભની રવિવાર રાતની મંત્રમુગ્ધ કરનારી તસવીરો ISSએ ખેંચી હતી. ગંગા નદીના પટમાં ચમકતી લાઇટો એમાં નજરે પડે છે.
ISS હાલમાં કાર્યરત નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશનન (NASA-નાસા)ના ૬૯ વર્ષના ઓલ્ડેસ્ટ ઍક્ટિવ ઍસ્ટ્રોનૉટ ડૉન પેટિટે સોશ્યલ મીડિયામાં આ તસવીરો શૅર કરી હતી અને લખ્યું હતું કે ગંગા નદી પર ૨૦૨૫ના મહાકુંભ મેળાની આકાશમાંથી લેવામાં આવેલી તસવીરો; આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ છે, જેમાં કરોડો લોકો ભાગ લે છે.

