Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં પહેલી વાર પકડાયું જેહાદી ડ્રગ

ભારતમાં પહેલી વાર પકડાયું જેહાદી ડ્રગ

Published : 17 May, 2026 08:59 AM | Modified : 17 May, 2026 09:00 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિરિયાથી ઊનના કન્ટેનરમાં ૨૨૭ કિલો કૅપ્ટાગૉન લાવવામાં આવ્યું, સાઉદી અરેબિયા મોકલવાનું હતું : કિંમત ૧૮૨ કરોડ રૂપિયા, એક વિદેશી નાગરિકની ધરપકડ

એક મોટા ઑપરેશનમાં ભારતે પ્રથમ વખત ૧૮૨ કરોડ રૂપિયાનું ૨૨૭ કિલો પ્રતિબંધિત કૃત્રિમ ડ્રગ કૅપ્ટાગૉન જપ્ત કર્યું છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે જેહાદી ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે.

એક મોટા ઑપરેશનમાં ભારતે પ્રથમ વખત ૧૮૨ કરોડ રૂપિયાનું ૨૨૭ કિલો પ્રતિબંધિત કૃત્રિમ ડ્રગ કૅપ્ટાગૉન જપ્ત કર્યું છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે જેહાદી ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે.


ઑપરેશન રેજપિલ (Ragepill) હેઠળ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના નેતૃત્વ હેઠળના એક મોટા ઑપરેશનમાં ભારતે પ્રથમ વખત ૧૮૨ કરોડ રૂપિયાનું ૨૨૭ કિલો પ્રતિબંધિત કૃત્રિમ ડ્રગ કૅપ્ટાગૉન જપ્ત કર્યું છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે જેહાદી ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે.

આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઑપરેશનની વિગતો શૅર કરતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘આ ડ્રગ મિડલ ઈસ્ટ તરફ મોકલવામાં આવી રહ્યું હતું, જેમાં એક સિરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. મોદી સરકાર ડ્રગમુક્ત ભારત માટે સંકલ્પબદ્ધ છે. ભારતમાં પ્રવેશતા અથવા ભારતીય પ્રદેશનો ઉપયોગ કરીને બીજા દેશોમાં મોકલવામાં આવતા દરેક ગ્રામ ડ્રગ્સ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. NCBના બહાદુર અને સતર્ક યોદ્ધાઓને અભિનંદન આપું છું.’



૧૯૬૧માં વિકસાવવામાં આવ્યું, ૧૯૮૬માં પ્રતિબંધ
મૂળરૂપે ૧૯૬૧માં જર્મનીમાં વિકસાવવામાં આવેલી કૅપ્ટાગૉન ફેનેથિલિન નામની કાયદેસર દવા તરીકે શરૂ થયું હતું. એ નાર્કોલેપ્સી, ડિપ્રેશન અને અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર (ADHD) માટે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતું હતું. જોકે એની ગંભીર વ્યસનકારક ક્ષમતા અને ખતરનાક આડઅસરોને કારણે ૧૯૮૬માં યુનાઇટેડ નેશન્સે એના પર પ્રતિબંધ મૂક્યો હતો.


કેવી રીતે પકડાયું?

એક વિદેશી ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી પાસેથી મળેલી માહિતીના આધારે NCBને જાણવા મળ્યું હતું કે કૅપ્ટાગૉનની દાણચોરી માટે ભારતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પૉઇન્ટ તરીકે થઈ રહ્યો છે. આ જાણકારી બાદ NCBએ નવી દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં એક ઘર શોધી કાઢ્યું હતું અને ૧૧ મેએ ઘરની તપાસ દરમ્યાન ચપાતી-કટિંગ મશીનમાં છુપાવવામાં આવેલી આશરે ૩૧.૫ કિલો કૅપ્ટાગૉનની ગોળીઓ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સિરિયન નાગરિક ૨૦૨૪ની ૧૫ નવેમ્બરે પ્રવાસી-વીઝા પર ભારતમાં આવ્યો હતો, પરંતુ તેના વીઝા ૨૦૨૫ની ૧૨ જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગયા હતા અને તે ગેરકાયદે રીતે રહેતો હતો. તેણે નેબ સરાયમાં એક ઘર ભાડે રાખ્યું હતું. આરોપીની પૂછપરછ બાદ ૨૦૨૬ની ૧૪ મેએ ગુજરાતના મુન્દ્રામાં કન્ટેનર ફૅસિલિટેશન સ્ટેશન (CFS) ખાતે એક કન્ટેનરમાંથી આશરે ૧૯૬.૨ કિલો કૅપ્ટાગૉન પાઉડર મળી આવ્યો હતો. આ પાઉડર ઘેટાંના ઊનની આયાતની આડમાં સિરિયાથી આયાત કરવામાં આવ્યો હતો. કન્ટેનરની સઘન તપાસમાં ૩ બૅગમાં છુપાયેલો ૧૯૬.૨ કિલો કૅપ્ટાગૉન પાઉડર મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલો માલ ગલ્ફ ક્ષેત્ર, ખાસ કરીને સાઉદી અરેબિયા અને અન્ય મધ્યપૂર્વીય દેશો માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં કૅપ્ટાગૉનનો દુરુપયોગ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આ ઑપરેશન હેઠળ કુલ ૨૨૭.૭ કિલો કૅપ્ટાગૉન પાઉડર જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાં આશરે ૧૮૨ કરોડ રૂપિયા છે.


જેહાદી ડ્રગ શું છે?
કૅપ્ટાગૉન એક પ્રતિબંધિત ડ્રગ છે જે વેસ્ટ એશિયાના ગુનાહિત અન્ડરવર્લ્ડમાં ઊંડાં મૂળ ધરાવે છે. આતંકવાદી જૂથો અને આંતરરાષ્ટ્રીય ટ્રાફિકિંગ નેટવર્ક્સ સાથેના સંબંધોને કારણે આ ડ્રગને વૈશ્વિક સ્તરે વારંવાર જેહાદી ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે. આ એક અત્યંત વ્યસનકારક એમ્ફેટામાઇન પ્રકારનું ડ્રગ છે જે આતંકવાદી નેટવર્ક્સ અને સિરિયન ગૃહયુદ્ધ સાથેના સંબંધો માટે વૈશ્વિક સ્તરે બદનામ થયું હતું. આતંકવાદી સંગઠનોના ફાઇટર્સ દિવસો સુધી જાગતા રહેવા, ભૂખ દબાવવા અને લડાઈની સતર્કતા વધારવા માટે આ ડ્રગનું સેવન કરતા હતા. આ ડ્રગ ભય અને પીડાને ઓછી કરવાનો અનુભવ કરાવે છે અને ફાઇટર્સને વિજયી હોવાની લાગણી પેદા કરાવે છે. યુદ્ધભૂમિની બહાર કેપ્ટાગોન આતંકવાદી જૂથો અને સંગઠિત ગુના સિન્ડિકેટ માટે આવકનો મુખ્ય સ્રોત છે. 

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 09:00 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK