રિપોર્ટ્સ અનુસાર ફિલ્મમાં અક્ષય થોડા સમય માટે જ દેખાશે, પરંતુ તેનો રોલ ખૂબ જ મહત્ત્વનો હશે.
અક્ષય કુમાર
અક્ષય કુમાર પાસે હાલમાં અનેક ફિલ્મો પાઇપલાઇનમાં છે. હાલમાં તેની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટીઝર લૉન્ચ થયું હતું અને હવે અક્ષય કુમારની ‘ગોલમાલ 5’ માટેની ફી પણ ચર્ચામાં આવી ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મમાં અક્ષય થોડા સમય માટે જ દેખાશે, પરંતુ તેનો રોલ ખૂબ જ મહત્ત્વનો હશે. તેના પાત્રનો લુક પહેલેથી જ ચર્ચામાં છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે અક્ષય કુમારે ફિલ્મ માટે માત્ર બાવીસ દિવસના શૂટિંગ બદલ લગભગ ૪૦ કરોડ રૂપિયા ફી લીધી છે. હવે આ દાવાઓ પર મેકર્સે સ્પષ્ટતા કરી છે. અક્ષય કુમારની ફી વિશે સ્પષ્ટતા કરતાં ફિલ્મના મેકર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ફિલ્મના કમર્શિયલ મામલા અને કલાકારોના મહેનતાણા અંગે જે અફવાઓ ફેલાઈ રહી છે એ સંપૂર્ણપણે બિનઆધારભૂત અને ખોટી છે. ફિલ્મ સાથે જોડાયેલા આર્થિક મુદ્દા ગોપનીય હોય છે અને પ્રોજેક્ટ સાથે જોડાયેલી કોઈ પણ મુખ્ય પાર્ટી એને જાહેર કરતી નથી. હાલ જે આંકડા અને ફાઇનૅન્શિયલ વિગતો સામે આવી રહી છે એ માત્ર અફવાઓ છે અને સત્ય નથી.’
