ફર્નિચર મૉલ પર ફાયરિંગ કરીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી
મૉલ પર ફાયરિંગ કરી રહેલા હુમલાખોરો CCTV કૅમેરામાં કેદ થઈ ગયા હતા.
બાંદરામાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગમાં અને બાબા સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે હવે એનો વ્યાપ વધાર્યો છે.
પિંપરી-ચિંચવડના એક જાણીતા ફર્નિચર મૉલ પર શુક્રવારે રાતે અજાણ્યા બાઇકસવારોએ ફાયરિંગ કર્યું હતું જેનાથી ત્યાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના રાતે ૯.૨૦ વાગ્યે રાવેત-તાથાવડે BRT રૂટ પર આવેલા AJ ફર્નિચર મૉલમાં બની હતી. જોકે આ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. આ આખી ઘટના મૉલની બહાર લગાડાયેલા CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. આ ફાયરિંગની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે લીધી છે અને એ માટે સોશ્યલ મીડિયા પર તેમણે પોસ્ટ પણ મૂકી હતી.
