ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત કોરોના પૉઝિટિવ
પ્રમોદ સાવંત (ફાઈલ તસવીર)
કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં વધુ એક રાજકારણી આવી ગયા છે. ગોવોના ભાજપના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત (Pramod Sawant)ને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેઓ હાલમાં હોમ આઈસોલેશન રહેશે. આ માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી.
પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'હું બધાને જણાવવા માગુ છું કે હું COVID-19 પૉઝિટિવ આવ્યો છું. હું એસિમ્પટમેટિક (સામાન્ય લક્ષણો) છું. માટે મેં હોમ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. હું મારા બધા સત્તાવાર કામ ઘરે જ રહીને જ કરીશ. જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે તેમને મારી સલાહ છે કે તે જરૂરી સાવચેતી રાખે.'
ADVERTISEMENT
I wish to inform all that I have been detected COVID19 positive. I am asymptomatic and hence have opted for home isolation. I shall continue to discharge my duties working from home. Those who have come in my close contact are advised to take the necessary precautions.
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) September 2, 2020
નોંધનીય છે કે, ગોવામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 18,006 કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 194એ પહોંચી ગઈ છે. મંગળારે કોરોનાના એક જ દિવસમાં સૌથી વધારે 588 નવા કેસ ગોવામાં આવ્યા હતા જે રાજ્ય માટે ચિંતાજનક છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા મધ્ય પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને અને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર પણ કોરોના સંક્રમિત થયા છે.

