Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેપાલના ગોરખા જિલ્લામાં બુઢી ગંડકી નદીમાં પૂર

નેપાલના ગોરખા જિલ્લામાં બુઢી ગંડકી નદીમાં પૂર

Published : 12 October, 2026 12:45 PM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકો રવિવારે વહેલી સવારે મીઠી નીંદરમાં હતા ત્યારે કુદરત રૂઠી: ૬ મોટા પુલ તૂટ્યા, ૩૫ મકાન ડૂબ્યાં, ૧૦ જણ ગુમ

નેપાલમાં બુઢી ગંડકી નદીમાં રવિવારે વહેલી સવારે પાણીનો ધસમસતા પ્રવાહમાં ઘરો ડૂબ્યાં હતાં.

નેપાલમાં બુઢી ગંડકી નદીમાં રવિવારે વહેલી સવારે પાણીનો ધસમસતા પ્રવાહમાં ઘરો ડૂબ્યાં હતાં.


નેપાલના ગોરખા જિલ્લામાં ગઈ કાલે વહેલી સવારે આશરે ૪ વાગ્યે બુઢી ગંડકી નદીમાં આવેલા પૂરમાં ૬ મુખ્ય પુલ ધોવાઈ ગયા હતા અને ૩૫ મકાનો ડૂબી ગયાં હતાં. આ પૂરમાં ૧૦ લોકો લાપતા થયા છે. પૂર આવ્યું ત્યારે લોકો વહેલી સવારની મીઠી નીંદર માણી રહ્યા હતા.

આ વખતે પૂર ૪૫ દિવસ પહેલાં આવેલા પૂર જેટલું ગંભીર નહોતું, પરંતુ એ ગોરખા જિલ્લા માટે ઓછું વિનાશક નહોતું. આના કારણે જિલ્લામાં ચુમ્નબુરી અને ધારચેમાં પુલ ધોવાઈ ગયા હતા. નજીકનાં નાળાંઓમાંથી આવતા જોરદાર અવાજો સાંભળીને ચુમ્લિંગ અને લોકપા જેવાં ગામોના રહેવાસીઓ સલામત સ્થળે દોડી ગયા હતા.



પૂરનું કારણ ભૂસ્ખલન હોવાનું માનવામાં આવે છે. સવારે ૪ વાગ્યે ઉગ્યુલાંગ અને સિયાર નદીઓમાં જોરદાર અવાજ સંભળાયો હતો. નેપાલી પ્રશાસનનો દાવો છે કે લોકોને પૂરની પહેલેથી જ જાણ કરવામાં આવી હતી, જેના કારણે મોટા ભાગના લોકો ઊંચા વિસ્તારોમાં પહોંચી ગયા હતા. નેપાલે સત્તાવાર રીતે કુલ જાનહાનિનો આંકડો જાહેર કર્યો નથી. 


નેપાલના અધિકારીઓએ બુઢી ગંડકી નદીના કિનારે વસતા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. ગોરખા જિલ્લામાં ભૂસ્ખલનને કારણે નદીનો પ્રવાહ અવરોધાતાં પૂરનાં પાણી નીચેના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં અને એનાથી ઘરો, પુલ તથા અન્ય માળખાગત સુવિધાઓ તણાઈ ગયાં હતાં. 

બુઢી ગંડકી છે નેપાલની મુખ્ય નદી 


બુઢી ગંડકી નદી હિમાલય ક્ષેત્રની મુખ્ય નદીઓમાંની એક છે. એ તિબેટી હિમાલયમાંથી નીકળે છે, ધાડિંગ જિલ્લામાંથી વહે છે અને પછી ત્રિશુલી નદીમાં ભળી જાય છે. એ ભારતમાં નારાયણી નદી તરીકે પ્રવેશ કરે છે, જે પાછળથી ગંડક તરીકે ઓળખાય છે. આ નદી આશરે ૧૮૮ કિલોમીટર લાંબી છે. નદીનું ભૌગોલિક સ્થાન એને આવા પૂર માટે સંવેદનશીલ બનાવે છે. એમાં ઢાળવાળી ટેકરીઓ છે, જ્યાં ભૂસ્ખલન સામાન્ય છે. વધુમાં નદીની આસપાસનો વિસ્તાર હિમનદીઓ અને હિમનદી તળાવોથી ઢંકાયેલો છે, જેને કારણે ઘણી વાર અચાનક પૂર આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 12:45 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK