Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Himalayas

લેખ

પાલા કૅટ

૧૩,૭૦૦ ફુટની ઊંચાઈએ ૮૩ ખાસ લોકેશન્સ પાસે ૧૩૬ કૅમેરા ગોઠવતાં ૧ વાર જોવા મળી કૅટ

એમાં પાલા બિલ્લી ઉપરાંત સ્નો લેપર્ડ, માર્બલ કૅટ અને ક્લાઉડેડ લેપર્ડ જેવાં રૅર પ્રાણીઓ જોવા મળ્યાં હતાં. આ બિલ્લી લગભગ ૧૬,૦૦૦ મીટરની ઊંચાઈએ જોવા મળી હતી.

10 September, 2025 01:36 IST | Arunachal Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સેનાના બેઝ-કૅમ્પ પર ભારે હિમસ્ખલન, ૩ જવાનો શહીદ

રેસ્ક્યુ-ઑપરેશન કરીને તેમનાં શબ કાઢવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં સેનાના એક જવાન અને બે અગ્નિવીરે જીવ ગુમાવ્યો હતો.

10 September, 2025 11:09 IST | Ladakh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટૂરિઝમને વેગ આપવા નેપાલે ૯૭ પર્વતો પર ચડાણની ફી બે વર્ષ માટે માફ કરી

કરનાલી અને સુદુરપશ્ચિમ પ્રદેશોમાં ૫૯૭૦ મીટરથી ૭૧૩૨ મીટર સુધીનાં શિખરો ધરાવતા પર્વતો માટે કોઈ ફી નહીં લાગે

13 August, 2025 11:08 IST | Nepal | Gujarati Mid-day Correspondent
હિમાચલના ગ્રીન સ્લોપ પર આડેધડ ઘરો અને હોટેલનું બાંધકામ ભવિષ્યમાં મોટી આફત નોતરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કેમ કહેવું પડ્યું આમ ચાલ્યું તો હિમાચલ પ્રદેશ દિવસ ગાયબ થઈ જશે?

સોલો કે ડ્રીમ ટ્રિપ માટે જાણીતા હિમાચલમાં અત્યારે બેફામ ટૂરિઝમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ ડેવલપમેન્ટ ખરેખર તો રાજ્યની નાજુક ઇકોસિસ્ટમને અંદરથી ખોખલી કરી રહ્યું છે.

11 August, 2025 07:00 IST | Himachal Pradesh | Laxmi Vanita

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ડૉ. ગિરધન પોપટલાલ ગડાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વાગડ સમાજના જુવાનિયાઓને ટ્રેકિંગનું ઘેલું લગાડનાર આ ડૉક્ટર તો કમાલના!

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. બૉલિવૂડ અને હૉલિવૂડમાં એકદમ અનોખા મુદ્દે ફિલ્મો બની છે અને તેમાંથી કેટલીક ફિલ્મો તેની સારી અને યુનિક સ્ટોરીને કારણે લોકોના મનમાં વસી જાય છે. આજે ‘મૅન્ટાસ્ટિક’માં મૂળ કચ્છ વાગડના લાકડીયા ગામના અને મુંબઈમાં ડૉક્ટર તરીકે કાર્યરત ૬૦ વર્ષના ગિરધન પોપટલાલ ગડાની પ્રેરક કહાની રજૂ કરવી છે. જેઓએ ટ્રેકિંગ ક્ષેત્રમાં જબરું કાઠું કાઢ્યું છે. ખાસ તો તેઓએ પોતે ટ્રેક કર્યા છે, પણ પોતાના સમાજના યંગસ્ટર્સ માટે ટ્રેકિંગના અનેક આયોજનો કર્યા છે.

08 January, 2025 09:57 IST | Mumbai | Dharmik Parmar
કસૌલી - તસવીર- ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ હિમાચલનું સૌથી જૂનુ ચર્ચ શિમલામાં નહીં પણ અહીં છે - કસૌલી ભાગ 1

કામની વ્યસ્તતાની વચ્ચે હું એક લાંબી ટ્રીપ પર જઈ રહી હતી. જો કે એ પહેલા હું એક એવું સ્થળ શોધી રહી હતી જ્યાં હું ફરવા નહીં પણ રિલેક્સ થવા જઈ શકું. મારી જેમ મારા 2 મિત્ર  જે મારા ટ્રાવેલર સાથી પણ છે. તે પણ એવું જ કાંઈક વિચારી રહ્યા હતા. તો અમે 15 દિવસની ટ્રીપ કરતા પહેલા એક એવા સ્થળની પસંદગી કરી જે એક મોટા શહેરથી જોડાયેલું પણ હતું છતાં દુનિયાથી અલાયદું પણ હતું.  ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈયે મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

14 October, 2022 03:18 IST | Mumbai | Chirantana Bhatt

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK