Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બૅન્ગલોરમાં નરેન્દ્ર મોદીના રૂટ પર વિસ્ફોટકો મળ્યા : જીવંત જિલેટિન સ્ટિક્સ સાથે એક શંકાસ્પદની ધરપકડ

બૅન્ગલોરમાં નરેન્દ્ર મોદીના રૂટ પર વિસ્ફોટકો મળ્યા : જીવંત જિલેટિન સ્ટિક્સ સાથે એક શંકાસ્પદની ધરપકડ

Published : 11 May, 2026 07:19 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલો યુવક અગાઉ પણ અનેક વાર VIP મુલાકાતો વખતે ધમકીભર્યા ફોન કરી ચૂક્યો છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રવિવારની બૅન્ગલોરની મુલાકાત પૂર્વે સુરક્ષા-એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી જ્યારે વડા પ્રધાનના કાફલાના નિર્ધારિત રૂટ પરથી જીવંત જિલેટિન સ્ટિક્સ મળી આવી હતી. આ મામલે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે જેણે અગાઉ પોલીસને ફોન કરીને બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.

નરેન્દ્ર મોદી બૅન્ગલોરના સીમાડે આવેલા આર્ટ ઑફ લિવિંગ કેન્દ્ર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. મોદી આવે એના અડધા કલાક પહેલાં આ રૂટ પર આવેલા કગ્ગલીપુરા વિસ્તારના થાથાગુની પાસે એક પુલ નજીકથી તપાસ દરમ્યાન પોલીસને જિલેટિન સ્ટિક્સ મળી હતી. સદ્નસીબે નરેન્દ્ર મોદીનો કાફલો ત્યાંથી પસાર થાય એ પહેલાં જ સુરક્ષા-એજન્સીઓએ વિસ્ફોટકો શોધી કાઢીને નિષ્ક્રિય કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ‘રવિવારે વહેલી સવારે એક અજાણ્યા યુવકે કોરમંગલા પોલીસ-સ્ટેશનમાં ફોન કરીને ધમકી આપી હતી કે HAL ઍરપોર્ટ અને આર્ટ ઑફ લિવિંગ કેન્દ્ર પાસે વિસ્ફોટ થશે. આ કૉલના આધારે લોકેશન ટ્રેસ કરીને પોલીસે કોરમંગલાના એક ઘરમાંથી શંકાસ્પદની અટકાયત કરી હતી.’



પકડાયેલા યુવકે અગાઉ પણ ધમકીભર્યા ફોન કર્યા છે


પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલો યુવક અગાઉ પણ અનેક વાર VIP મુલાકાતો વખતે ધમકીભર્યા ફોન કરી ચૂક્યો છે. અગાઉ તેને માનસિક રીતે અસ્વસ્થ ગણીને છોડી મૂકવામાં આવ્યો હતો.

જોકે આ વખતે ધમકી બાદ ખરેખર વિસ્ફોટક મળી આવતાં પોલીસે મામલાને ગંભીરતાથી લીધો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ પાસે વિસ્ફોટક ક્યાંથી આવ્યા અને એની પાછળ અન્ય કોઈ સંગઠનનો હાથ છે ખરો? પોલીસે શંકાસ્પદ યુવકનાં માતા-પિતાની પૂછપરછ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 07:19 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK