હિમાચલ પ્રદેશના મંડીમાં ગઈ કાલે સવારે ૮.૪૨ વાગ્યે ધરતીકંપનો હળવો ઝટકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા ૩.૭ માપવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
હિમાચલ પ્રદેશના મંડીમાં ગઈ કાલે સવારે ૮.૪૨ વાગ્યે ધરતીકંપનો હળવો ઝટકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા ૩.૭ માપવામાં આવી હતી. મંડી વિસ્તારના સુંદરનગરના કિઆર્ગીમાં ધરતીમાં સાત કિલોમીટર નીચે એનું કેન્દ્રબિંદુ રહ્યું હતું અને જિલ્લામાં ઘણાં સ્થળે લોકોએ ધરતીકંપનો અનુભવ કર્યો હતો. જોકે જાનમાલને કોઈ નુકસાન થયું નહોતું. મંડી સીસ્મિક ઝોન પાંચમાં આવે છે અને ધરતીકંપ આવે તો મોટું નુકસાન થવાનું જોખમ રહે છે.


