સંજય લીલા ભણસાલી ભારતીય સિનેમાના સૌથી જાણીતા ફિલ્મમેકર્સમાંના એક છે, જેમની ભવ્ય વિચારધારા અને દળદાર સ્ટોરીટેલિંગે ઈન્ડસ્ટ્રીને એક આગવી ઊંચાઈ આપી છે. તેમની ફિલ્મની ખાસ વાત તેમની ભવ્યતા નહીં, પણ તે પાત્ર છે જે વર્ષો સુધી લોકોના મનમાં રહે છે. ભણસાલીની ફિલ્મોમાં જે સૌથી ખાસ વસ્તુ છે, તે છે તેમના મહિલા પાત્રોની તાકાત. તેમની ફિલ્મોમાં મહિલાઓ માત્ર સુંદર અને ગ્રેસફુલ જ નહીં પણ મજબૂત, સાહસી અને પ્રેરણાદાયક પણ હોય છે. તેમના સંઘર્ષ, તેમની મક્કમતા, તેમની ભાવનાઓ - દરેક વસ્તુને ભણસાલી પોતાના અલગ અંદાજમાં રજૂ કરે છે, જેથી તેમના પાત્ર હંમેશા યાદગાર બની જાય છે. આ વિમેન્સ ડે પર જાણો, તેમની ફિલ્મની સૌથી દળદાર અને આઇકૉનિક મહિલા પાત્રોને જાણીએ, જેમણે મોટા પડદા પર મૂકી પોતાની એક આગવી છાપ.
09 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent