ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરાર: રાજનાથ સિંહ
રાજનાથ સિંહ
ભારતની લદ્દાખ સરહદે ચીન સાથે છેલ્લા થોડા મહિનાથી ચાલી રહેલા તનાવ દરમ્યાન થયેલી વાટાઘાટોનું કોઈ સચોટ પરિણામ આવ્યું નથી એવી સ્પષ્ટતા કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે કરી હતી. ગઈ કાલે સવારે મીડિયા સાથે બોલતાં તેમણે કહ્યું કે એક કરતાં વધુ તબક્કાની વાટાઘાટો આપણે ચીન સાથે કરી હતી પરંતુ એનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ચીન સાથે હજુ આપણે વાટાઘાટ કરી રહ્યા છીએ. લશ્કરના અધિકારી લેવલની ચર્ચા ટૂંક સમયમાં થવાની છે. અત્યાર સુધી જે ચર્ચાઓ થઈ એનું કોઈ પૉઝિટિવ કે નક્કર પરિણામ આવ્યું નથી. પરિસ્થિતિ આજે પણ પહેલાં જેવી તનાવયુક્ત રહી હતી.


