ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી.
11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent