દિલ્હીના કામાણી ઑડિટોરિયમમાં ભારતીય ડાન્સ પર સંગીત નાટક ઍકૅડેમી દ્વારા આયોજિત પહેલવહેલા ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં દરેક રાજ્યોનાં લોકનૃત્ય રજૂ કરવામાં આવી રહ્યાં છે.
ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં દરેક રાજ્યોનાં લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા
દિલ્હીના કામાણી ઑડિટોરિયમમાં ભારતીય ડાન્સ પર સંગીત નાટક ઍકૅડેમી દ્વારા આયોજિત પહેલવહેલા ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં દરેક રાજ્યોનાં લોકનૃત્ય રજૂ કરવામાં આવી રહ્યાં છે. સોમવારે શરૂ થયેલા છ દિવસના આ ફેસ્ટિવલમાં ગઈ કાલે મહારાષ્ટ્રની લાવણી અને ગુજરાતના ગરબા લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
આ ફેસ્ટિવલમાં દુનિયાભરમાંથી ૨૦૦ કરતાં વધું આર્ટિસ્ટ, સ્કૉલર અને પૅનલિસ્ટોએ ભાગ લીધો છે. રોજ પાંચ સેશન્સ આ ફેસ્ટિવલમાં રાખવામાં આવ્યાં છે, જેમાં ભારતીય ડાન્સને કઈ રીતે ટકાવવા અને વિશ્વના દરેક ખૂણે એને કઈ રીતે પહોંચાડવા એના પર ચર્ચા કરવામાં આવે છે.

