Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Garba

લેખ

ગરબા સાથે હુલાહૂપ કરીને ધિયાએ રૅમ્પ પર એન્ટ્રી કરી હતી

જુનિયર મિસ ઇન્ડિયામાં બોરીવલીની ગુજરાતી ગર્લ બની મિસ કૉન્ફિડન્ટ

રાષ્ટ્રીય સ્તરે આયોજિત થતી આ કૉન્ટેસ્ટમાં પોતાના આત્મવિશ્વાસથી નિર્ણાયકોને પ્રભાવિત કરનારી ધિયા ચિતલિયાને ઍડ-ફિલ્મ્સની ઑફરો આવવા માંડી છે

26 January, 2025 02:02 IST | Mumbai | Kajal Rampariya
ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં દરેક રાજ્યોનાં લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા

દિલ્હીમાં ચાલી રહ્યો છે ઇન્ડિયન ડાન્સનો પ્રથમ ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલ

દિલ્હીના કામાણી ઑડિટોરિયમમાં ભારતીય ડાન્સ પર સંગીત નાટક ઍકૅડેમી દ્વારા આયોજિત પહેલવહેલા ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં દરેક રાજ્યોનાં લોકનૃત્ય રજૂ કરવામાં આવી રહ્યાં છે.

23 October, 2024 12:46 IST | Delhi | Gujarati Mid-day Correspondent
મુંબઈની નવરાત્રિમાં પણ અમે બીભત્સ કહેવાય એ પ્રકારના કૉસ્ચ્યુમ સાથે એકાદ-બે ખેલૈયાઓને જોયા હતા

આવતી એક પણ નવરાત્રિમાં આવાં દૃશ્યો જોવા ન મળે એવી માતાજીને પ્રાર્થના કરીએ

આવતી નવરાત્રિમાં શું જોવા ન મળે એવી અપેક્ષા સાથે ગયા સોમવારે લખાયેલી કૉલમ વાંચીને તેમને નવાઈ લાગી કે આ જે પ્રકારના કૉસ્ચ્યુમ પહેરાયા છે એના વિશે કેમ અમે કશું લખ્યું નહીં.

21 October, 2024 04:26 IST | Mumbai | Samir & Arsh Tanna
વિલે પાર્લેનું નાગર ભગિની ગરબા મંડળ

આજે વિલે પાર્લેનું નાગર ભગિની ગરબા મંડળ ઊજવશે સ્વર્ણિમા

આ કાર્યક્રમમાં ઍક્ટર સ્વરૂપ સંપત રાવલ, ગાયિકા હેમા દેસાઈ અને લેખક સ્નેહા દેસાઈ મુખ્ય અતિથિ તરીકે પધારશે

20 October, 2024 10:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે ડૉ. પ્રો. પારુલ શાહ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

કૅન્સર સામે જીત મેળવી 73ની વયે પણ ભરતનાટ્યમ માટે જીવન સમર્પિત કર્યું પારુલ શાહે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને  ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ  સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya
યમુના નદીની સફાઈ શરૂ (તસવીર: મિડ-ડે)

યમુના નદી કેટલી થઈ સ્વચ્છ? દિલ્હીના પ્રધાને બોટમાં બેસી કર્યો સર્વે, જુઓ તસવીરો

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ વર્માએ બુધવારે બોટમાં બેસીને યમુના નદીનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસમાં નદીમાંથી 1,300 ટન કચરો દૂર કરવામાં આવ્યો છે.(તસવીરો: મિડ-ડે)

06 March, 2025 06:59 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
શ્રી નાગર મંડળ, અંધેરીની બહેનો

વિલેપાર્લેમાં `સમદર્શન સેવા પરિવાર`ના વાર્ષિક કાર્યક્રમમાં ગૂંજ્યા બેઠા ગરબા

ભલે નવરાત્રિ હોય કે ન હોય બેઠા ગરબા તો એવરગ્રીન હોય છે. તાજતેરમાં જ સમદર્શન સેવા પરિવાર દ્વારા બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નાગર મંડળ અંધેરીની નાગરણીઓએ બેઠા ગરબા પ્રસ્તુત કર્યા હતા.

14 November, 2024 02:42 IST | Mumbai | Dharmik Parmar
રાસ-ગરબા આયોજન વખતેની તસવીરો

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન સંસ્થાએ સિનિયર સિટીઝન્સ માટે યોજ્યા રાસ-ગરબા

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા તાજેતરમાં જ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર સિટીઝનોએ પણ મન મૂકીને પરફોર્મન્સ કર્યું હતું. આવો આ કાર્યક્રમની તસવીરોમાં ઝાંખી કરીએ

31 October, 2024 02:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગાંધીનગરમાં શરદીય નવરાત્રી માટે મહા-આરતી કરવામાં આવી

ગાંધીનગરમાં શરદીય નવરાત્રી માટે મહા-આરતી કરવામાં આવી

ગાંધીનગર શહેરમાં નવરાત્રીના આઠમા દિવસે ભવ્ય ઉજવણી જોવા મળી હતી, જેમાં હજારો ભક્તોએ ભવ્ય મહા આરતીમાં ભાગ લીધો હતો. આ ઘટના શહેરના અગ્રણી મંદિરો અને જાહેર જગ્યાઓ પર બની હતી કારણ કે લોકો દેવી દુર્ગાને માન આપવા માટે એકઠા થયા હતા. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ, ભક્તો ઉત્સાહપૂર્વક પ્રાર્થના સમારોહમાં જોડાયા હતા, જે ભક્તિ ગીતો અને ડ્રમના લયબદ્ધ બીટ સાથે હતા. મહા આરતી, નવરાત્રિની મુખ્ય વિશેષતા, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે દેવીના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે. વાતાવરણ ઇલેક્ટ્રીક હતું કારણ કે શહેર તહેવારોની રોશનીથી પ્રકાશિત હતું, જે પ્રસંગના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને પ્રતિબિંબિત કરે છે. આઠમો દિવસ, અથવા અષ્ટમી, નવરાત્રિ ઉત્સવમાં વિશેષ મહત્વ ધરાવે છે, જે ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે સામાન્ય કરતાં પણ વધુ ભીડ ખેંચે છે. 

11 October, 2024 08:42 IST | Ahmedabad
પાર્થ ઓઝાનું ગીત `જોગણી જોગ માયા` સેટ કરી આપે છે નવરાત્રીનો મૂડ

પાર્થ ઓઝાનું ગીત `જોગણી જોગ માયા` સેટ કરી આપે છે નવરાત્રીનો મૂડ

નવરાત્રિ ચાલી રહી છે, અને તેના મનપસંદ ગીત જોગણી જોગ માયા સાથે ઉત્સવનો મૂડ સેટ કરવા માટે પાર્થ ઓઝા કરતાં વધુ સારું કોણ હશે? તેમનો ભાવપૂર્ણ અવાજ અને ગરબાનો જુસ્સો ડાન્સ ફ્લોર પર જાદુ સર્જે છે!

10 October, 2024 03:30 IST | Mumbai
મુંબઈની લોકલ ટ્રેનની અંદર મુંબઈકરોએ કર્યા ગરબા

મુંબઈની લોકલ ટ્રેનની અંદર મુંબઈકરોએ કર્યા ગરબા

ઘણા મુંબઈવાસીઓ સંમત થશે કે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી એ કોઈ સામાન્ય અનુભવ નથી. ભજન મંડળીઓથી લઈને ખરીદીના અનુભવો સુધી, મુંબઈની લોકલ ટ્રેનો સૌથી વધુ આકર્ષક અનુભવો પ્રદાન કરવા માટે જાણીતી છે. આ વખતે મિડ-ડેએ મુંબઈ લોકલ ટ્રેનની અંદરનો એક વીડિયો કેપ્ચર કર્યો જેમાં પ્રવાસીઓ નવરાત્રિની ઉજવણી કરતા , ગાતા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વધુ જાણવા જુઓ આખો વિડિયો

08 October, 2024 02:09 IST | Mumbai
નવરાત્રી 2024: ગુજરાતમાં ખાસ મશાલ રાસ ગરબાનું નવું આકર્ષણ

નવરાત્રી 2024: ગુજરાતમાં ખાસ મશાલ રાસ ગરબાનું નવું આકર્ષણ

નવરાત્રી 2024ના અવસર પર ગુજરાતના જામનગરમાં લોકો દ્વારા વિશેષ મશાલ રાસ ગરબા કરવામાં આવ્યા હતા.

07 October, 2024 12:04 IST | Gujarat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK