Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભાની ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાની મુશ્કેલી વધારે એવો ગૃહ મંત્રાલયનો નિર્ણય

વિધાનસભાની ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાની મુશ્કેલી વધારે એવો ગૃહ મંત્રાલયનો નિર્ણય

Published : 16 January, 2025 09:32 AM | Modified : 16 January, 2025 12:05 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેજરીવાલ અને મનીષ સિસોદિયાને શરાબનીતિ સંબંધિત મની લૉન્ડરિંગના કેસમાં પકડવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ જામીન પર બહાર છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની મુશ્કેલી વધારે એવો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો છે. શરાબનીતિ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવા ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. મનીષ સિસોદિયા સામે પણ તપાસ કરવા ગૃહ મંત્રાલયે મંજૂરી આપી છે.


આ પહેલાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિજય કુમાર સક્સેનાએ પણ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સામે કેસ ચલાવવા મંજૂરી આપી દીધી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે EDએ સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતાં પહેલાં પરવાનગી મેળવવી પડશે. કેજરીવાલે હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમના અન્ય લોકો સામે EDનું આરોપપત્ર ગેરકાયદે છે, કારણ કે ફરિયાદ દાખલ કરતાં પહેલાં પૂર્વ પરવાનગી લેવામાં આવી નહોતી. ગૃહ મંત્રાલયે આ અવરોધ દૂર કરી દીધો છે.



૨૦૨૪ના ડિસેમ્બરમાં EDએ વિજય કુમાર સક્સેનાને પત્ર લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ શરાબનીતિ કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને મુખ્ય ષડ્યંત્રકાર છે.


કેજરીવાલ અને મનીષ સિસોદિયાને શરાબનીતિ સંબંધિત મની લૉન્ડરિંગના કેસમાં પકડવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ જામીન પર બહાર છે.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2025 12:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK