દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાના કલાકો બાદ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા હાલ આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં સજા ભોગવી રહ્યા છે. જીએનસીટીડીની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસની ચાલી રહેલી તપાસમાં ED અને CBI દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે બીજેપીના નેતા મનોજ તિવારીએ કહ્યું કે, “દિલ્હી સરકાર તેમના વચનો પાછી ખેંચી રહી છે. જો દિલ્હી સરકાર વિજળી સબસિડી બંધ કરે તો ભાજપ તેનો વિરોધ કરશે અને અરવિંદ કેજરીવાલને લોકો સામે બડબડ કરવા દેશે નહીં, જ્યારે દિલ્હીમાં ભાજપની સરકાર હતી ત્યારે તેણે વીજળી પર સબસિડી આપી હતી.
15 April, 2023 06:34 IST | New Delhi