એનડીઆરએફના પૂર્વ ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દર સિંહે જણાવ્યું હતું કે ચક્રવાત રેમલ (Cyclone Ramal) આજે મધ્યરાત્રિએ લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. IMD અનુસાર, લેન્ડફોલ સમયે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની રહેશે
પ્રતીકાત્મક તસવીર
ચક્રવાતી તોફાન રામલનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત રેમલ (Cyclone Ramal) આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. હાલમાં કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. એસઓપીનું પાલન કરવા પણ વિનંતી કરી. ગવર્નર ડૉ. સીવી આનંદ બોઝે જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. દિલ્હીમાં પીએમ મોદીએ આ ચક્રવાત (Cyclone Ramal)નો સામનો કરવાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી.




