ગયામાં બે દિવસીય બૌદ્ધ સેમિનારનું આયોજન થનાર છે. આ સેમિનારમાં દલાઈ લામા પણ સામેલ થવાના છે.
Coronavirus
બિહારમાં કોરોનાની એન્ટ્રી
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના આગ્રામાં ચીન (China)થી આવેલી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ(Corona Positive) આવ્યા બાદ હાહાકાર મચી ગયો હતો અને એ જ સ્થિતિ હવે બિહાર (Bihar)ના ગયામાં જોવા મળી છે. ગયા એરપોર્ટ પર RTPCR તપાસ દરમિયાન ઈંગ્લેન્ડ (England)અને મ્યનામારથી આવેલા ચાર લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. ત્યાર બાદ ગયાનું સ્વાસ્થ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ ચારો લોકોના સંપર્કમાં આવેલા લોકોનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
ગયામાં બે દિવસીય બૌદ્ધ સેમિનારનું આયોજન થનાર છે. આ સેમિનારમાં દલાઈ લામા પણ સામેલ થવાના છે. સેમિનારમાં વિશ્વના ખુણે-ખુણેથી બૌદ્ધ ભિક્ષુ ભાગ લેવાના છે. આ જ કારણે ગયા એરપોર્ટ પર વિદેશથી આવનારા લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટ દરમિયાન 4 મુસાફરોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ચાર લોકોના કોરોના સંક્રમિતને લીધે ત્યાં ભયનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
ગયાના ડીએમ ડૉ. ત્યાગરાજન એસએમે કહ્યું કે એરપોર્ટ પર 20 ડિસેમ્બરના રોજ બેન્કૉકથી આવેલા યાત્રીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમામના રિપોર્ટ રવિવારે આવ્યા. રિપોર્ટમાં ત્રણ લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય જણા ઈંગલેન્ડના રહેવાસી છે, જેને એક હોટલમાં આઈસોલેટ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: મુંબઈનાં મંદિરોમાં ‘નો માસ્ક નો એન્ટ્રી’ કેમ નહીં?
આ ઉપરાંત તેમણે કહ્યું કે મ્યાનમારથી આવેલો એક યાત્રી પણ કોરોના સંક્રમિત છે. જે ગયાથી પટના અને ત્યાંથી દિલ્હી માટે રવાના થઈ ગયો છે. તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ સાથે જ ડીએમએ તમામ લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.