Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિપક્ષના નેતાના પ્રસ્તાવ પર બનાવટી સહીનો કેસ

વિપક્ષના નેતાના પ્રસ્તાવ પર બનાવટી સહીનો કેસ

Published : 10 June, 2026 07:55 AM | Modified : 10 June, 2026 07:59 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તૃણમૂલ કૉન્ગ્રેસના વિધાનસભ્યોની ફરિયાદના આધારે મમતા બૅનરજીના ઘરે પહોંચી CID, પોલીસ આવ્યા બાદ એન્ટ્રી મળી

ગઈ કાલે મમતા બૅનરજીના કાલીઘાટસ્થિત નિવાસસ્થાને તપાસ કરી રહેલી CIDની ટીમ.

ગઈ કાલે મમતા બૅનરજીના કાલીઘાટસ્થિત નિવાસસ્થાને તપાસ કરી રહેલી CIDની ટીમ.


પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)માં ચાલી રહેલા વિવાદ વચ્ચે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ની એક ટીમ ગઈ કાલે મમતા બૅનરજીના કાલીઘાટસ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. આ સંકુલમાં પાર્ટીની હેડ ઑફિસ પણ છે. શરૂઆતમાં ટીમને પ્રવેશતી અટકાવવામાં આવી હતી, પરંતુ બાદમાં વધારાના પોલીસની હાજરીમાં અધિકારીઓ પરિસરમાં પ્રવેશ્યા હતા.
હકીકતમાં બળવાખોર પક્ષના કેટલાક વિધાનસભ્યોએ સ્પીકરને ફરિયાદ મોકલીને આરોપ લગાવ્યો હતો કે અભિષેક બૅનરજીના લેટરહેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને શોવનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવ પર બનાવટી સહી કરવામાં આવી હતી. વિધાનસભ્યોએ અભિષેક પર સહીઓ બનાવટી કરવાનો આરોપ લગાવ્યો છે.

CID અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીની નોટિસના જવાબમાં અભિષેક બૅનરજીએ જણાવ્યું હતું કે વિધાનસભ્યોના હસ્તાક્ષરો 30B હરીશ ચેટરજી સ્ટ્રીટ ખાતે તૃણમૂલ કૉન્ગ્રેસની હેડ ઑફિસમાં લેવામાં આવ્યા હતા. સોમવારે CID ટીમે અભિષેક બૅનરજીના ઘરે પણ મુલાકાત લીધી હતી. CID સૂત્રોના જણાવ્યા અનુસાર અભિષેકે તપાસકર્તાઓ સમક્ષ હાજર થવા માટે વધુ સમય માગ્યો હતો. તેણે એજન્સીને કહ્યું હતું કે તે સોમવારે ઇન્ડી બ્લૉકની બેઠક સહિત પૂર્વનિર્ધારિત રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત છે. CIDએ તેને મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં એજન્સી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. CIDના આગમન બાદ કાલીઘાટ પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સુરક્ષા-કર્મચારીઓ સાથે વાત કરી ત્યાર બાદ તપાસ ટીમ પરિસરમાં પ્રવેશી હતી. CID અધિકારીઓએ દસ્તાવેજોની તપાસ અને ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.



ઋતુબ્રત બૅનરજીના મુદ્દે આજે સુનાવણી
મમતા બૅનરજીએ કલકત્તા હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં સ્પીકરે TMCમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતુબ્રત બૅનરજીને તૃણમૂલ કૉન્ગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સુનાવણી આજે થવાની છે.                      


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 07:59 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK