Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૭ સપ્ટેમ્બરે સાંજે છથી ૭ વાગ્યાની વચ્ચે પ્રગટાવીએ આશીર્વાદનો દીવો

૧૭ સપ્ટેમ્બરે સાંજે છથી ૭ વાગ્યાની વચ્ચે પ્રગટાવીએ આશીર્વાદનો દીવો

Published : 16 September, 2026 07:06 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠ માટે આવી અપીલ કરી છે BJPના પ્રમુખ નીતિન નબીને

નીતિન નબીન

નીતિન નબીન


ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ નીતિન નબીને ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠે સાંજે ઘરે-ઘરે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવા માટે અપીલ કરી છે. આ સંદર્ભમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનનું મુખ્ય મિશન જનસેવા દ્વારા રાષ્ટ્રની સેવા રહ્યું છે. સરકારના વડા તરીકેનાં તેમનાં પચીસ વર્ષ જાહેર સેવા અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત અને અભૂતપૂર્વ રહ્યાં છે. તેમના દૂરંદેશી નેતૃત્વએ દેશને એક નવી દિશા અને શક્તિ આપી છે. આજે તેમના સામૂહિક સંકલ્પના પરિણામે આપણે ૨૦૪૭ સુધી વિકસિત ભારતના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. દેશની આ પ્રગતિશીલ યાત્રા અને મોદીજીના સફળ નેતૃત્વ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવા માટે આપણે ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાનના જન્મદિવસના શુભ અવસર પર સાંજે ૬થી ૭ વાગ્યા દરમ્યાન આપણાં ઘરોમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવીએ અને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ.’                 


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 07:06 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK