Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દોઢ દિવસ માટે સ્થાપન કરાયેલી ગણપતિની ૨૫,૨૩૧ મૂર્તિઓનું ભાવભીનું વિસર્જન

દોઢ દિવસ માટે સ્થાપન કરાયેલી ગણપતિની ૨૫,૨૩૧ મૂર્તિઓનું ભાવભીનું વિસર્જન

Published : 16 September, 2026 07:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર વિસર્જન-પ્રક્રિયા દરમ્યાન ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

દોઢ દિવસ બાપ્પાની સેવા-પૂજા કર્યા  બાદ ગઈ કાલે અંધેરી-ઈસ્ટમાં તેલી ગલીમાં રમેશ મોરે ઉદ્યાનમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાં બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.  તસવીર : સતેજ શિંદે

દોઢ દિવસ બાપ્પાની સેવા-પૂજા કર્યા બાદ ગઈ કાલે અંધેરી-ઈસ્ટમાં તેલી ગલીમાં રમેશ મોરે ઉદ્યાનમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાં બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તસવીર : સતેજ શિંદે


ગણેશોત્સવમાં દોઢ દિવસ માટે સ્થાપન કરાયેલા ગણપતિબાપ્પાને ગઈ કાલે શ્રદ્ધાળુઓએ ભાવભીની વિદાય આપી હતી. રાતે ૯ વાગ્યા સુધીમાં મુંબઈમાં કુલ ૨૫,૨૩૧ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગે પરિવારોએ પોતપોતાનાં ઘરોમાં સ્થાપન કરેલી મૂર્તિઓનો સમાવેશ થાય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર વિસર્જન-પ્રક્રિયા દરમ્યાન ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

કુદરતી જળાશયો, ચોપાટી તેમ જ કૃત્રિમ જળાશયો ખાતે વિસર્જન માટે જરૂરી વ્યવસ્થા અને સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યાં હતાં. રાતે ૯ વાગ્યા સુધીમાં ઘરમાં સ્થાપિત ૨૪,૫૨૧ જેટલી ગણેશમૂર્તિઓ અને ૧૧૦ સાર્વજનિક મંડળોની મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ ઉપરાંત ૬૦૦ હરતાલિકાની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવતાં કુલ આંકડો ૨૫,૨૩૧ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK