Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની અપીલને અવગણીને ૧૨૦ ગાડીઓના કાફલા સાથે રૅલી કાઢવાનું MPના BJPના નેતાને ભારે પડ્યું

નરેન્દ્ર મોદીની અપીલને અવગણીને ૧૨૦ ગાડીઓના કાફલા સાથે રૅલી કાઢવાનું MPના BJPના નેતાને ભારે પડ્યું

Published : 15 May, 2026 07:07 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુશાસનહીનતા ગણીને સજ્જન સિંહને તાત્કાલિક અસરથી તેમની નિયુક્તિ રદ કરી દીધી હતી

સજ્જન સિંહનો કાફલો

સજ્જન સિંહનો કાફલો


મધ્ય પ્રદેશના ભિંડ કિસાન મોરચાના જિલ્લાધ્યક્ષ સજ્જન સિંહને નરેન્દ્ર મોદીની એનર્જી બચાવવાની અપીલને અવગણવાનું ભારે પડ્યું હતું. બુધવારે સજ્જન સિંહને કિસાન મોરચાના જિલ્લાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ પછી તેઓ ગ્વાલિયરથી ભિંડ સુધી એક વિશાળ સ્વાગત-રૅલી કરીને પહોંચ્યા હતા. આ રૅલીમાં લગભગ ૧૨૦ વાહનોનો લાંબો કાફલો સામેલ થયો હતો. સેંકડો સમર્થકો સાથે નીકળેલી આ રૅલીના ફોટોગ્રાફ્સ અને વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતા.

નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલાં જ હજી એનર્જી બચાવવા માટે કરકસર કરવાની અપીલ કરી હતી ત્યાં તેમની અપીલને સાવ જ કોરાણે મૂકીને કરવામાં આવેલા આ જશ્નને પાર્ટીએ અનુશાસનહીનતા ગણીને સજ્જન સિંહને તાત્કાલિક અસરથી તેમની નિયુક્તિ રદ કરી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 07:07 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK